News of Monday, 24th March 2025
રમઝાન દરમ્યાન પાકિસ્તાનમાં 1 કિલો ખાંડનો ભાવ 180એ પહોંચ્યો

નવી દિલ્હી: પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન ઇશક દારે ચેતવણી આપી હોવા છતાં પાકિસ્તાનમાં ખાંડના ભાવ આકાશને આંબી રહ્યા છે. એક તબક્કે તો ખાંડના કીલોદીઠ ભાવ (પાક. રૂપિયા પ્રમાણે) રૂ. ૧૮૦ સુધી પહોંચી ગયા હતા. તેનું કારણ રમઝાન દરમિયાન થતા ખાંડના વધુ ઉપાડનું હતું. આ પછી સરકારે કડક ચેતવણી આપતાં ભાવ ઉતરી કીલો દીઠ ૧૫૦ રૂપિયા થઇ ગયા. પંરતુ માત્ર થોડા જ દિવસમાં પાછા ઊંચે ચઢી ૧૭૦ પહોંચ્યા. વળી ચેતવણી અપાઈ તો દસ રૂપિયા જ ઘટયા. અત્યારે સરેરાશ ખાંડના ૧૬૦ રૂપિયા કીલો દીઠ રહ્યા છે. જાણકારો આથી નીચે જવાની સંભાવના જોતા નથી. ખાંડના કિલો દીઠ ભાવ અત્યારે રૂ. (પાક. રૂપિયા) ૧૬૪ થઇ ગયા છે. આ પૂર્વે વડાપ્રધાન શેહબાઝ શરીફે ખાંડનો સ્ટોક ભરાવી રાખનારાઓ ઉપર ચાબખો વિંઝ્યો તેથી કરાચીમાં તે ઘટી રૂ. ૧૫૮ કી.ગ્રા. દીઠ થયા. આ બે રૂપિયાનો તફાવત જ હાસ્યાસ્પદ છે. આમ છતાં કરાચી જથ્થાબંધ કરિયાણા વેપારી મંડળના પ્રમુખ રાઉફ ઇબ્રાહીમે બચાવ કરતાં કહ્યું હતું કે રમઝાનને લીધે ખાંડની માગ વધી જતાં આ ભાવ વધારો થયો છે. આ ભાવ કીલો દીઠ રૂ. ૧૩૦ રાખવા સરકારે નિર્ણય કર્યો હતો. પરંતુ તેમાં તે નિષ્ફળ રહી છે.
(6:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
