News of Tuesday, 25th March 2025
જો તમારો ફોન પણ ફ્લાઈટમાં સીટ નીચે પડી જાય છે તો થઇ જજો સાવધાન:એરલાઇન્સે આપી આ ચેતવણી

નવી દિલ્હી: જો તમે ફ્લાઈટમાં મુસાફરી કરતાં હોવ અને જો તમારો ફોન સીટ નીચે પડી જાય તો સાવધાન થઈ જજો. કારણ કે, સ્માર્ટફોન ઉપાડતી વખતે આગ લાગી શકે છે. અને તમારા જીવને જોખમમાં મુકી શકો છો. એરલાઈન્સે આ અંગે હાલમાં જ ચેતવણી જાહેર કરી છે. હકીકતમાં, એક એરલાઇન ઓથોરિટીએ હાલમાં જ આ અંગે ચેતવણી આપી દીધી છે. શું તમે જાણો છો કે આ કેટલું ખતરનાક છે? આજકાલ, સ્માર્ટફોનમાં પાવર માટે લિથિયમ-આયન બેટરીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે થાય છે, જે એક નાનું પાવર હાઉસ હોય છે. તેની મદદથી મોબાઇલને પાવર બેકઅપ મળે છે.
સીટમાં મેકેનિઝમમાં ફસાઈ જાય છે
ફ્લાઈટ મુસાફરી દરમિયાન જો તમારો સ્માર્ટફોન સીટ નીચે પડી જાય છે અથવા તેના મિકેનિઝમમાં ફસાઈ જાય છે. અને જો મુસાફરો તેને દૂર કરવા માટે સીટને આગળ પાછળ કરો છો તો તેનાથી ફોનમાં આગ લાગી શકે છે.
ફોનમાં લાગી શકે છે આગ
સીટને આગળ પાછળ ખસેડવાને કારણે ઘર્ષણને કારણે મોબાઇલ ફાટી શકે છે અને તેની બેટરીમાં આગ લાગી શકે છે. આ પ્રકારના કેસ સામે આવી ચૂક્યા છે.
વર્ષ 2018માં થઈ હતી દુર્ઘટના
વર્ષ 2018 માં ક્વાન્ટાસ ફ્લાઇટ ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન જઈ રહી હતી. ત્યારે એક વ્યક્તિનો મોબાઈલ સીટમાં ફસાઈ ગયો અને તેને કાઢવાનો પ્રયાસ કરતી વખતે તેમાં આગ લાગી હતી.
ક્રૂએ તાત્કાલિક પરિસ્થિતિ પર કાબુ મેળવી લીધો
એ પછી ફ્લાઇટમાં હાજર ક્રૂએ તાત્કાલિક પરિસ્થિતિ પર કાબુ મેળવી લીધો હતો આગને ફેલાતી અટકાવી દીધી હતી. આ દરમિયાન તેમણે ઘણા લોકોના જીવ બચાવ્યા હતા.
(5:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
