<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th March 2025

જો તમારે પણ યુરિક એસિડથી છુટકારો મેળવવો છે તો કરો દરરોજ આ કામ

નવી દિલ્હી: યુરિક એસિડ એક એવી સમસ્યા છે, જેના વિશે લોકો સામાન્ય રીતે વિચારતા નથી. પરંતુ જ્યારે શરીરમાં યુરિક એસિડનું લેવલ વધવા લાગે છે અને સંતુલન ગુમાવી દે છે, જેના કારણે સંધિવા, સાંધાનો દુખાવો અને જડતા અને કિડનીની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. પરંતુ તમારે તેનાથી ડરવાની જરૂર નથી. સવારની કેટલીક નાની આદતો અપનાવીને કુદરતી રીતે યુરિક એસિડનું લેવલ ઘટાડી શકાય છે. શરીરમાંથી યુરિક એસિડ બહાર કાઢવા માટે પાણી પીવું ખૂબ જ જરુરી છે. જો તમે સવારે ઉઠ્યા પછી તરત જ એક ગ્લાસ પાણી પીઓ છો, તો શરીરમાંથી યુરિક એસિડ દૂર કરવાનું સરળ બને છે. ગરમ પાણીમાં એક ચપટી હળદર અથવા મેથીના દાણા નાખીને પીવાથી યુરિક એસિડ બનતું અટકાવી શકાય છે.

 

ખાલી પેટ લીંબુ પીવું

લીંબુ યુરિક એસિડનું લેવલ બરાબર કરવા માટે મહત્ત્વનું છે. તે માત્ર પાચનમાં સુધારો કરતું નથી, પણ સાંધામાં યુરિક એસિડના ક્રિસ્ટલને બનાવતા પણ અટકાવે છે.

ઘાસ પર ખુલ્લા પગે ચાલવું

સવારે ખુલ્લા પગે ઘાસ પર ચાલવાથી યુરિક એસિડના લેવલમાં મોટો ફેરફાર થઈ શકે છે. પગના તળિયા પર થતી કુદરતી એક્યુપ્રેશરની અસરો કિડનીના કાર્યને ઉત્તેજિત કરે છે, જેનાથી શરીરમાંથી યુરિક એસિડ સરળતાથી બહાર કાઢે છે. 

હર્બલ ટી

કેટલાક લોકો દિવસની શરૂઆત ચા કે કોફીથી કરે છે, પરંતુ કેફીન ક્યારેક શરીરને ડિહાઇડ્રેટ કરી શકે છે, જેના કારણે યુરિક એસિડનું ઉત્સર્જન મુશ્કેલ બનાવે છે. તેના બદલે, તુલસી, ગિલોય વગેરેના પાંદડામાંથી બનાવેલી ચા પીવાથી શરીર કુદરતી રીતે ડિટોક્સિફાય થાય છે. આ ઔષધિઓમાં શક્તિશાળી બળતરા વિરોધી ગુણધર્મો છે, જે યુરિક એસિડના વધારાને અટકાવી શકે છે.

(5:40 PM IST)