News of Wednesday, 26th March 2025
ઇઝરાયલે ગાઝા પર કરેલ હુમલામાં 23 પેલેસ્ટાઇનીઓના મૃત્યુના સમાચાર

નવી દિલ્હી: ગાઝાપટ્ટીમાં ઇઝરાયેલના હુમલા જારી જ છે. ઇઝરાયેલે મંગળવારે કરેલા હુમલામાં ૨૩ના મોત થયા છે. મૃતકોમાં ત્રણ બાળકો અને તેમના માબાપનો સમાવેશ થાય છે. નાસીર હોસ્પિટલ મુજબ ખાન યુનિસ શહેરની દક્ષિણે આવેલા ટેન્ટ પર થયેલા હુમલામાં આ મોત થયા છે. ગયા સપ્તાહે ગાઝામાં યુદ્ધવિરામનો અંત લાવીને ઇઝરાયેલે જબરદસ્ત બોમ્બમારો શરૂ કર્યો છે.
ઇઝરાયેલના ગાઝા પરના હુમલાઓમાં અત્યાર સુધીમાં ૫૦ હજારના મોત થયા છે. જ્યારે ૧.૧૩ લાખથી વધુ લોકોને ઇજા થઈ છે. હમાસે સાત ઓક્ટોબર ૨૦૨૩ના રોજ ઇઝરાયેલ પર કરેલા હુમલામાં ૧,૨૦૦થીવધુના મોત થતાં અને ૨૫૦થી વધુ લોકોનું અપહરણ કરવામાં આવ્યા બાદ ઇઝરાયેલે જવાબી કાર્યવાહી શરૂ કરી હતી. આ ઉપરાંત અમેરિકાએ યેમેનના હુથી બળવાખોરો પર કરેલા હુમલામાં કમસેકમ બેના મોત થયા છે. હુથી બળવાખોરો પર અમેરિકાના હુમલા સળંગ દસમાં દિવસમાં પ્રવેશ્યા છે. અમેરિકા કોઈપણ ભોગે તેનો ટ્રેડ રુટ સલામત કરવા માંગે છે. તેના ભાગરૂપે તેણે યેમેન પર હુમલા શરૂ કર્યા છે. ટ્રમ્પ ઇરાન પર દબાણ લાવવા માટે હુથી પર હુમલા કરી રહ્યા છે. ઇઝરાયેલે ગાઝામાં યુદ્ધ શરૂ કર્યા પછી હુથીએ સોથી પણ વધુ જહાજોને લક્ષ્યાંક બનાવ્યા છે અને તેમા ચાર ખલાસીના મોત થયા છે.
(5:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
