<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th March 2025

યુઝર્સનો સમય બચાવવા માટે ઇન્સટ્રાગ્રામે લોન્ચ કર્યું નવું ફીચર

નવી દિલ્હી: ઇન્સ્ટાગ્રામ દ્વારા હાલમાં નવું ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફીચરની મદદથી યુઝર્સના સમયનો ઘણો બચાવ થશે. આ ફીચર ખાસ રીલ્સ માટે લોન્ચ કરવામાં આવ્યું છે. આજે દુનિયા ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે. વીડિયોની જગ્યા પણ હવે રીલ્સે લઈ લીધી છે. વધુમાં, રીલ્સ જોવા માટે લોકો માટે સમયની કમી રહેતી હોય છે અને તે તરત જ રીલ્સ બદલી નાખે છે. જેથી તેમનો સમય પણ બગડે નહીં અને રીલ્સ પણ જોઈ શકાય, આ ફીચર તૈયાર કરવામાં આવ્યું છે. આ ફીચર યુઝર્સને કોઇ પણ રીલ્સને ઓરિજનલ સ્પીડ કરતાં બમણી સ્પીડમાં જોવાની સવલત આપશે. આ માટે યુઝર્સે સ્ક્રીનની જમણી અથવા ડાબી બાજુએ સ્ક્રીનને લાંબા સમય સુધી પ્રેસ કરીને રાખવું પડશે. આ અપડેટ દ્વારા યુઝર્સને વધુ કન્ટ્રોલ આપવા માંગવામાં આવ્યું છે, જેથી તેમનો રીલ્સ જોવાનો અનુભવ વધુ ઉત્તમ બને. ઇન્સ્ટાગ્રામની પેરેન્ટ કંપની મેટા દ્વારા જણાવ્યું છે કે આ ફીચર ખાસ યુઝર્સના ફિડબેકને ધ્યાનમાં રાખીને લોન્ચ કરવામાં આવ્યું છે. હવે રીલ્સમાં ત્રણ મિનિટ સુધીના વિડિયો સપોર્ટ કરવામાં આવશે. લાંબા વિડિયોને જોવા માટે એની ઝડપ બમણી કરવાનું ફીચર ઉમેરવામાં આવ્યું છે. આ ફાસ્ટ-ફોરવર્ડ બટનથી આશા છે કે યુઝર્સ વધુ લાંબા વિડિયો જોઈ શકશે.

 

 

(5:52 PM IST)