News of Monday, 31st March 2025
ઓસ્ટ્રેલિયામાં ઓર્ડર કરેલ ફૂડ પહોંચ્યું 15 હજાર કિમિ દૂર

નવી દિલ્હી: ટેક્નોલોજીના જમાનામાં મોટાભાગની વસ્તુઓ વ્યક્તિની હથેળીમાં આવી ગઈ છે. સ્માર્ટફોન જ્યારથી લોકોના હાથમાં આવ્યા ત્યારથી દરેક કામ એટલી સરળતાથી થવા લાગ્યા છે કે, લોકોને હવે વધારે મહેનત કરવી પસંદ નથી. કોઈપણ સામાન મંગાવવો છે, મોકલવો છે, ખરીદી કરવી છે, વસ્તુ વેચવી છે, મકાન શોધવું છે, દુકાન વેચવી છે કોઈપણ કામ હોય ફોન દ્વારા કરી શકાય છે. તેમાંય જ્યારથી ફૂડ ડિલિવરી એપ્સ અને સર્વિસીસ આવી ત્યારથી લોકોને આનંદ થઈ ગયો છે પણ તાજેતરમાં એક છોકરાનો આનંદ અવળો પડ્યો હતો. ફૂડ ડિલિવરી એપ દ્વારા આપણે ગમે તે સમયે અને ગમે તે સ્થળે ફૂડ મંગાવી શકીએ છીએ પણ ઘણી વખત ફૂડ ડિલિવરીમાં લોચો પણ પડતો હોય છે. ખાસ કરીને તમે જ્યારે જુદા શહેરમાં, જુદા વિસ્તારમાં કે ક્યારેક જુદા દેશમાં ડિલિવરી કરાવતા હોય ત્યારે સમસ્યા સર્જાઈ શકે છે. ઓસ્ટ્રેલિયાના યુવાનને તાજેતરમાં આવો જ એક અનુભવ થયો હતો. તેણે ઓર્ડર કરેલું ફૂડ 15,000 કિલોમીટર દૂર ડિલિવર કરવામાં આવ્યું હતું.
એક અહેવાલ પ્રમાણે ઓસ્ટ્રેલિયામાં રહેતો ઓઈસિન લેનહાન નામના યુવાને પોતાના મિત્રો સાથે એક ટ્રિટનું આયોજન કર્યું હતું. છ વર્ષ પહેલાં આયર્લેન્ડથી ઓસ્ટ્રેલિયા આવેલો ઓઈસિન એક દિવસ પોતાના મિત્રો સાથે બેઠો હતો અને સાંજે બધાને ભોજન કરવા માટે બહાર જવાની ઈચ્છા નહોતી. તેથી ઓઈસિને ઉબર ઈટ્સ ઉપર ચિકન પિત્ઝા, ગાર્લિક બ્રેડ, ચિપ્સ અને બીજી કેટલીક વસ્તુઓનો ઓર્ડર આપી દીધો. તેણે આ ઓર્ડર માટે 65 ડોલરનું પેમેન્ટ પણ કરી દીધું હતું. તેઓ ડિલિવરીની રાહ જોવા લાગ્યા હતા.
(5:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
