<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 31st March 2025

મ્યાનમારમાં 5.1ની તીવ્રતાના ફરીથી ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી: મ્યાનમારનાં મધ્યસ્થ નગર અને બીજાં સૌથી મોટા આ શહેર માંડલેમાં ૫.૧નો ધરતીકંપનો આંચકો લાગ્યો હતો. શનિવારે રાત્રે લાગેલા આ આંચકા અંગે યુનાઇટેડ સ્ટેટસ્ જીયોલોજિકલ સર્વે (યુએચજીએસ) જણાવે છે કે વાસ્તવમાં શુક્રવારે બપોરે આવેલા ૭.૭ અંકના પ્રચંડ આંચકા પછીના આફટર શોક્સના ભાગરૂપે આ ધરતીકંપ થયો હોવાનું બની શકે.
શુક્રવારે ૭.૭ના પ્રચંડ આંચકા અને આફટર શોક્સથી અનેક મકાનો ધરાશાયી થયા છે : પૂલો માર્ગો તૂટી ગયા છે, મૃત્યુઆંક ૧૬૦૦ ઉપર પહોંચ્યા છે : ૩,૪૦૦ લાપત્તા છે : મૃત્યુઆંક વધવાની ભીતિ છે
આ ધરતીકંપથી લોકો બ્હાવરા બની ઘરોની બહાર નીકળી ખુલ્લામાં દોડી ગયા હતા. શેરીઓ અને માર્ગોમાં બચવા માટે મદદની ચીસો પાડતાં લોકો બહાર દોડી જતા દેખાતા હતા.
દરમિયાન ભારતે મોકલેલી રાહત ટુકડીઓ જીવસટોસટના ખેલ ખેલી રહી છે, અને બચાવ તથા રાહત કાર્યમાં વ્યસ્ત બની છે. સત્તાવાળાઓ પરિસ્થિતિ ઉપર નજર રાખી રહ્યા છે, અને વધુ કંઈ નુકસાન નથી થતુંને તે જોઈ રહ્યા છે.
શુક્રવારે બપોરે મ્યાનમારમાં ૭.૭ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ થયો હતો. તેથી ઓછામાં ઓછાં ૧૬૦૦થી વધુના મૃત્યુ થયા હોવાનું જાણવા મળ્યું છે. ૩૪૦૦ હજી લાપત્તા છે, મૃત્યુઆંક વધવાની ભીતિ સેવાઈ રહી છે.
ભૂકંપે દેશમાં વ્યાપક નુકસાન કર્યું છે. અસંખ્ય માર્ગો તૂટી ગયા છે. પુલો તૂટયા છે, સંદેશ વ્યવહાર, વીજળી ઠપ્પ છે. તેમાં દેશમાં ગૃહયુદ્ધ ચાલી રહ્યું હોવાથી પરિસ્થિતિ વધુ ગુંચવાઈ ગઈ છે.
૧૫ લાખની વસ્તી ધરાવતાં દેશનાં મધ્યસ્થ નગર માંડલેમાં લોકો આખી રાત ઘરની બહાર ગાળી હતી. કારણ કે તેઓને ભીતિ હતી કે ફરી આંચકા આવશે તો તૂટયાં ફુટયાં ઘરો પણ ધરાશાયી થશે. શહેરનું એરપોર્ટ પણ ભારે અસરગ્રસ્ત છે.

 

(5:23 PM IST)