<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd April 2025

યુદ્ધ વચ્ચે રેસ્ક્યુ કરાયેલ 5 યુક્રેની સિંહોનું શા કારણોસર ઈંગ્લેન્ડના બિગ કેટ પ્રાણી અભ્યારણ્યમાં સ્થળાંતર કરવામાં આવ્યું

નવી દિલ્હી:  5 સિંહોને એક યુક્રેની મહિલા દ્વારા ચલાવવામાં આવતા વાઇલ્ડ એનિમલ્સ રેસક્યૂ સેન્ટર દ્વારા બચાવવામાં આવ્યા હતા. અગાઉ 2022માં યુદ્ધ શરુ થયું ત્યારથી જ સેંકડો પાલતુ પ્રાણીઓ અને ઝુના પ્રાણીઓને બચાવવામાં આવ્યા હતા જેમાં વાઘ, દીપડા અને વરુઓનો પણ સમાવેશ થતો હતો.
યુક્રેનમાં યુધ્ધગ્રસ્ત વિસ્તારમાં ફસાયેલા પાંચ સિંહોને આંતરરાષ્ટ્રીય સ્તર પર થયેલા પ્રયાસોના લીધે ઇગ્લેન્ડમાં નવું જીવનદાન મળ્યું છે. યુધ્ધના નગારા વચ્ચે એક સિંહ અને ચાર સિંહણનું રેસ્કયુ કરવામાં આવ્યું હતું. આ રેસ્કયુ કરાયેલા સિંહમાંથી એક સિંહ અને ત્રણ સિંહણને હમણાં ઇગ્લેન્ડના બિગ કેટ સેન્યુરીમાં શિફટ કરવામાં આવ્યા છે.
તે બેલ્ઝિયમમાં 12 કલાકની સફર કરીને ગંતવ્ય સ્થાને પહોંચ્યા હતા. ન્યુઝ એજન્સી એપીના જણાવ્યા અનુસાર પાંચ સિંહ વન્ય જીવોના ગેરકાયદેસર થતા વેપારના શિકાર બન્યા હતા. આ સિંહ કોઇ ઝુમાંથી નહી પરંતુ તેના માલિકોએ યુદ્ધ દરમિયાન અનાથ છોડી દીધા હતા. યુના નામની સિંહણ ઇંટવાળાની એક નાની કોઠરીમાં રાખવામાં આવ્યા હતા.

 

 

(6:06 PM IST)