તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Wednesday, 2nd April 2025
108 વર્ષની ઉંમરે પણ આ જાપાની મહિલા ચલાવે છે પોતાનું સલૂન

નવી દિલ્હી: ૧૯૩૭માં જાપાન ચીન યુદ્દમાં હાકોઇશીના પતિ સૈનિક તરીકે યુધ્ધમાં જોડાયા હતા. ચીન સાથેની ભીષણ લડાઇમાં માર્યા ગયા હતા. હાઇકોશીને પતિના મુત્યુથી આઘાત તો ખૂબ લાગ્યો પરંતુ સલુન બંને બાળકોના લાલન પાલનની જવાબદારી માથે ઉપાડી લીધી હતી.
જાપાનમાં ૧૦ નવેમ્બર ૧૯૧૬માં પેદા થયેલી શિતસુઇ હાકોઇશી નામની મહિલા ૧૦૮ વર્ષની છે. આટલી જૈફ વયે પણ તે પોતાનું સલુન ચલાવે છે. વાળમાં ફરતી આગળીઓ અને કેચી ચલાવવાનો અંદાજ અનોખો છે. ૧૦૦ વર્ષનું આયખું વટાવ્યા પછી પણ પોતાના ઉત્સાહમાં કોઇ જ કમી નથી. ગત સપ્તાહે શિતસુઇ હાકોઇશીને દુનિયાની સૌથી ઉમરલાયક વાળ કાપતી મહિલા તરીકે વિશ્વ રેકોર્ડ નોંધાવ્યો હતો.
પૂર્વી જાપાનના નાકાગાવા કસ્બામાં યોજાયેલા એવોર્ડ સમારંભમાં પોતાની ૮૫ વર્ષની પુત્રી અને ૮૧ વર્ષની પુત્રી પણ હાજર રહી હતી. ૧૦૮ વર્ષની મહિલાએ વિશ્વની સૌથી વૃધ્ધ બાર્બર હોવાનું ગૌરવ મેળવીને ખૂશ જોવા મળતી હતી.પોતાનું દિલ આનંદથી ભરાઇ ગયું હોવાની પ્રતિક્રિયા આપી હતી. અગાઉ સૌથી ઉંમરલાયક બાર્બર મહિલાનું બિરુદ ન્યૂયોર્કની એંથની માનસિનેલીના નામે હતું. માનસિનેલી હવે આ દુનિયામાં હયાત નથી પરંતુ શિતસુઇ હાકોઇશી ખૂબજ સ્વસ્થ જણાય છે.
(6:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
