<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th April 2025

પાપુઆ ન્યુ ગિનીમાં 7.1ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી: તાજેતરમાં જ મ્યાનમારમાં આવેલા 7.7 અને 7.2ની તીવ્રતાના ભૂકંપ બાદ અનેકવાર આફ્ટરશોક આવી ચૂક્યા છે ત્યારે હવે આજે શનિવારે પાપુઆ ન્યુ ગિનીમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાતા ડર ફેલાયો હતો. યુરોપિયન-ભૂમધ્ય સિસ્મોલોજિકલ સેન્ટર (EMSC) એ જણાવ્યું હતું કે શનિવારે પાપુઆ ન્યુ ગિનીમાં ન્યુ બ્રિટન ક્ષેત્રના દરિયાકાંઠે 7.1 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. હાલમાં કોઈ પણ પ્રકારના નુકસાનની માહિતી નથી, પરંતુ ભૂકંપના આંચકાથી લોકોમાં ગભરાટ ફેલાયો છે. EMSC એ જણાવ્યું હતું કે ભૂકંપની ઊંડાઈ 49 કિલોમીટર (30.45 માઇલ) હતી અને યુએસ સુનામી ચેતવણી કેન્દ્રે સુનામીની ચેતવણી જારી કરી છે. ગઈકાલે શુક્રવારે સાંજે પશ્ચિમ નેપાળમાં ત્રણ મિનિટના અંતરે બે ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો.

 

(5:48 PM IST)