તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧ શનિવાર
News of Tuesday, 8th April 2025
તાલિબાને બાગરામ એરબેઝ અમેરિકાને સોંપી દીધું હોવાની માહિતી

નવી દિલ્હી: અફઘાનિસ્તાનનું બાગરામ એરબેઝ તે સમગ્ર વિસ્તારમાં વ્યૂહાત્મક દ્રષ્ટિએ અતિ મહત્ત્વનું છે. તે વિષે પ્રાપ્ય અહેવાલો માનીએ તો, તાલિબાનોએ તે એરબેઝ અમેરિકાને સોંપી દીધું છે. ખામા ન્યૂઝ એજન્સી જણાવે છે કે, અમેરિકાનું વિશાળ માલવાહક વિમાન સી-૧૭ આ એરબેઝ પર ઉતર્યું હતું અને તેણે લશ્કરી સાધનો, યુદ્ધમાં ઉપયોગી બને તેવાં વાહનો, તેમજ જાસૂસી અધિકારીઓને તે એરબેઝ પર ઉતાર્યા હતા. પાકિસ્તાનના પત્રકારે આ વિસ્ફોટ કરતાં આસપાસના દેશોમાં હલચલ મચી ગઈ છે. ચીન ચિંતાગ્રસ્ત થઈ ગયું છે. જોકે તાલિબાનોએ મિડીયા હેન્ડલ પર આ દાવાને નકારી કાઢ્યા છે. ૨૦૨૧માં અમેરિકાનું સૈન્ય અફઘાનિસ્તાનમાંથી ગયું ત્યારે ચીન તેની ઉપર ટાંપીને બેઠું હતું. ચીનનું એક પ્રતિનિધિ મંડળ તે એરબેઝ પહોંચ્યું પણ હતું. તે અંગે પાકિસ્તાનના પત્રકાર ઝરક શબાબે મીડીયમ વેબસાઈટ ઉપર માહિતી આપતાં જણાવ્યું. તે લશ્કરી સાધનો સાથે અમેરિકાના જાસૂસોની એક ટુકડી તો આવી જ હતી, પરંતુ તે સાથે અમેરિકાની આંતરરાષ્ટ્રીય જાસૂસી સંસ્થા સીઆઈએના ડેપ્યુટી ચીફ પણ બાગરામ વિમાન મથકે ઉતર્યા હતા.
(5:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
