News of Thursday, 10th April 2025
નસિર્ગ હૉમમાં આગ ભભૂકી, ૨૦ લોકો જીવતે જીવતા હોમાયા
ચીનમાંથી મોટી હોનારત સામે આવી

હેબેઈ તા.૧૦: ચીનમાંથી મોટી હોનારત સામે આવી છે. ઉત્તર ચીનમાં એક ર્નસિંગ હૉમમાં ભયાવહ આગ ફાટી નીકળવાની ઘટના બની છે. આ આગ લાગવાની ઘટનામાં તબ્બલ ૨૦ લોકોનાં -ાણ ગયા છે. જો કે આ આગ કઈ રીતે લાગી હતી તે પાછળનું કોઈ કારણ જાણી શકાયું નથી.
અધિકારીઓ આગ લાગવાના કારણની તપાસ કરી રહ્યા છે. પ્રાપ્ત અહેવાલ મુજબ ર્નસિંગ હોમમાં આગ લાગ્યા કેટલાંક લોકોન સતત બહાર કાઢવામાં આવી રહ્યા છે. જેમાંથી અનેકોને વધુ દેખરેખ અને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલમાં આ દુર્ઘટનામાં કુલ કેટલા લોકો ઘાયલ થયા છે તેની કોઈ જ માહિતી સામે આવી નથી. પરંતુ ૨૦ લોકોના મોત થયા છે. સતત સ્થાનિક તંત્ર એ તપાસમાં લાગી ગયું છે કે આ આગ કઈ રીતે લાગી હતી અને કઈ રીતે ર્નસિંગ હૉમને લપેટમાં લીધું. સ્થાનિક અધિકારીઓનું કહેવું છે કે તેઓ સમગ્ર પરિસ્થિતિની તપાસ કરી રહ્યા છે અને અકસ્માતનું કારણ શોધવાનો -યાસ કરી રહ્યા છે.
પ્રાપ્ત અહેવાલો સૂચવી રહ્યા છે કે ચીનની રાજધાની બેઇજિંગથી આશરે ૧૮૦ કિલોમીટર દૂર ઉત્તરીય હેબેઇ પ્રાંતના લોંગહુઆ કાઉન્ટીમાં ર્નસિંગ હૉમ આવેલું છે. ત્યાં જ મંગળવારે રાત્રે ૯:૦૦ વાગ્યે આગ ફાટી નીકળી હતી. આજએ સવારે ૩:૦૦ વાગ્યા સુધીનાઅહેવાલોમાં વીસ લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી હતી. રાજ્યની સમાચાર એજન્સીએ કહ્યું, ર્નસિંગ હૉમમાં અન્ય વળદ્ધ લોકો હતા તેઓને વધુ નિરીક્ષણ અને સારવાર માટે નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. (૩પ.૪)
(12:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
