News of Friday, 11th April 2025
ચીને ટ્રમ્પને આપ્યો તેમની જ ભાષામાં જવાબ:અમરિકા પર કરી ટેરિફ વધારવાની જાહેરાત

નવી દિલ્હી: અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવૉર ચરમસીમાએ પહોંચી ગયું છે. અમેરિકા ચીન પર એક પછી એક ટેરિફ ઝીંકી રહ્યું છે, ત્યારે વળતો જવાબ આપતાં ચીન પણ અમેરિકા પર ટેરિફ લાદી રહ્યું છે. ટ્રમ્પે ચીન પર 145 ટકા ટેરિફ લાદ્યાના 24 કલાકમાં ચીને અમેરિકન પ્રોડક્ટ્સ પર ટેરિફ વધારીને 125 ટકા કર્યો છે.
આ નવો ટેરિફ શનિવારથી અમલમાં મૂકાશે. ટ્રમ્પે અગાઉ નવ એપ્રિલના રોજ ચીનના સામા જવાબના કારણે 145 ટકા ટેરિફ જ્યારે અન્ય 70થી વધુ દેશોને ટેરિફમાં 90 દિવસની રાહત આપવાનો નિર્ણય જાહેર કર્યો હતો. ટ્રમ્પના આ નિર્ણયથી ચીને ભયભીત થવાના બદલે વળતો પ્રહાર કરવાનું નક્કી કર્યું છે. ઉલ્લેખનીય છે, ટ્રમ્પના ચીન પ્રત્યેના આકરા વલણ વચ્ચે અહેવાલો આવ્યા હતા કે, વિશ્વની બે મહાસત્તા ટ્રેડવૉર મુદ્દે વાટાઘાટો કરવા તૈયાર છે. એવામાં ચીનનું આ પગલું ટ્રેડવૉરની આગને ઓલવવાના બદલે વધુ હવા આપી શકે છે.
(6:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
