<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th April 2025

ઓએમજી....આ શાપિત વાજું વગાડવાથી થાય છે ખુન ખરાબા

નવી દિલ્હી: ઇજિપ્ત એટલે મમીઓનો પ્રાચીન દેશ. આ દેશનો પ્રાચીન વારસો માનવ ઇતિહાસ સાચવીને બેઠો છે. ઇતિહાસના પાને તૂતનખામૂનનું નામ જાણીતું છે. ઇજિપ્તના આ રાજાનો મકબરો ૨૦ મી સદીમાં ખોદીને શોધવામાં આવ્યો હતો. આ મકબરામાંથી કેટલીક ચીજ વસ્તુઓ મળી આવી હતી જેમાં સોનાનું તાબૂત, તૂતનખામૂનનો બિસ્તર,લાકડી વગેરેનો સમાવેશ થતો હતો. આ ઉપરાંત જેની આજે પણ ચર્ચા ચાલે છે એ સંગીત વાધ્ય હોર્ન (તુરહી) પણ મળ્યું હતું. આ સંગીતને કેટલાક યુધ્ધ સાથે સંકળાયેલું સંગીત સાધન ગણતા હતા જે છેલ્લા ૩૦૦૦ વર્ષથી મૌન હતું. ૧૯૨૨માં પુરાતત્વવિદ્ હોવર્ડ કાર્ટરે તૂતનખામુન મકબરાની શોધ કરી હતી. આ સંગીત વાધ્યને દુનિયાનું સૌથી પ્રાચીન વાધ્ય ગણવામાં આવે છે. વાધ્ય તૈયાર કરવામાં તાંબુ,ચાંદી અને લાકડાનો ઉપયોગ થયો છે. તેના પર પ્રાચીન મિસર દેવતાની તસ્વીર કંડારવામાં આવી છે. આ હોર્નને ૮૪ વર્ષ પહેલા પ્રથમવાર જ ફૂંકીને વગાડવામાં આવ્યું કે થોડાક જ સમયમાં વિશ્વયુધ્ધ ફાટી નિકળ્યું હતું.  કેટલાક લોકો માનવા લાગ્યા કે તબરહ વગાડવાથી જ આ સંજોગો ઉભા થયા છે. બીજા વિશ્વયુધ્ધમાં ૮ કરોડ લોકોના મુત્યુ થયા હતા. આ હોર્નમાં એવી કોઇ જાદૂઇ શકિત છે જેનાથી યુધ્ધની નોબત આવે છે. સંગીત જાણકારો  આને એક સંગીત વાધ્ય ગણે છે જેના અવાજને યુધ્ધ સાથે કોઇ લેવા દેવા નથી. એક માહિતી એવી પણ છે કે છેલ્લે ૧૯૯૦માં  હોર્નને વગાડવામાં આવ્યું ત્યાર પછી જ ઇરાક અને અમેરિકા વચ્ચે ગલ્ફવોર (ખાડી યુધ્ધ) થયું હતું. 

 

(6:30 PM IST)