News of Saturday, 12th April 2025
છેલ્લા પાંચ વર્ષમાં પાકિસ્તાનમાં હિન્દુઓની વસ્તીઓને લઈને રિપોર્ટમાં આવ્યા ચોંકાવનારા આંકડાઓ

નવી દિલ્હી: પાકિસ્તાનમાં હિન્દુઓની વસ્તી 2017માં 3.5 મિલિયનથી વધીને 2023માં 3.8 મિલિયન થઈ ગઈ છે. એ પછી હિન્દુઓ ઈસ્લામી દેશમાં લઘુમતી સમુદાય બની ગયો છે. આ આંકડા ગયા વર્ષેની વસ્તી ગણતરીમાંથી લેવામાં આવ્યા છે. પાકિસ્તાન બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સ (PBS) એ ગુરુવારે (10 એપ્રિલ, 2025) 7મી વસ્તી અને આવાસ ગણતરી 2023ના પરિણામો જાહેર કર્યા હતા. પાકિસ્તાન બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સના આંકડા પ્રમાણે 2023માં દેશની કુલ વસ્તી 24,04,58,089 હતી. તેના પરથી ખ્યાલ આવે છે કે, કુલ વસ્તીમાં મુસલમાનોની ભાગીદારી 2017માં 96.47 ટકાથી ઓછી થઈને 2023માં 96.35 ટકા થઈ ગઈ છે. જ્યારે છેલ્લા 6 વર્ષોમાં દરેક ધાર્મિક લઘુમતીની વસ્તીમાં વધારો થયો છે. જો કે, કુલ વસ્તીની ટકાવારીએ તેમની ભાગીદારી એક મિશ્ર તસ્વીર રજૂ કરે છે.
હિન્દુઓની વસ્તી સ્તી 2017માં 3.5 મિલિયનથી વધીને 2023માં 3.8 મિલિયન થઈ ગઈ છે, પરંતુ કુલ વસ્તીમાં તેમનો હિસ્સો 1.73 ટકાથી ઘટીને 1.61 ટકા થઈ ગઈ છે. તેના પરથી ખ્યાલ આવે છે કે, અન્ય લઘુમતી સમુદાયોની વસ્તી તીવ્ર ગતિએ વધી રહી છે. ઈસાઈઓની જનસંખ્યા પણ 2.6 મિલિયનથી વધીને 3.3 મિલિયન થઈ ગઈ અને કુલ વસ્તીમાં તેમનો હિસ્સો પણ 1.27 ટકાથી વધીને 1.37 ટકા થઈ ગયો છે. અહમદિયાની વાસ્તવિક વસ્તી તેમજ કુલ વસ્તીમાં તેમના હિસ્સામાં ઘટાડો જોવા મળ્યો. તેમના સમુદાયનું કદ 191737, (0.09 ટકા) થી 29053 થી ઘટીને 162684 (0.07 ટકા) થયું. શીખ સમુદાયની વસ્તી 15998 હતી અને પારસી સમુદાયની વસ્તી 2348 હતી.
(6:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
