<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th April 2025

ચીન બાંધે છે દુનિયાનો સૌથી ઊંચો બ્રિજઃ ૧ કલાકનો પ્રવાસ ૧ મિનિટમાં પૂરો થશે

બ્રિજ બાંધવામાં ૨૨,૦૦૦ ટન સ્‍ટીલનો વપરાશ થયો છે અને આ માળખું બે મહિનામાં ફિટ કરી દેવામાં આવ્‍યું: એફીલ ટાવર કરતા ઉંચો છે બ્રીજ

બીજીંગ તા.૧૪: ચીન જૂન મહિનામાં હુઆજિયાંગ ગ્રૅન્‍ડ કૅન્‍યન બ્રિજ ખુલ્લો મૂકશે જે દુનિયાનો સૌથી ઊંચો બ્રિજ છે. આ બ્રિજથી ગ્રામીણ એવા આ વિસ્‍તારમાં એક કલાકનો પ્રવાસ એક જ મિનિટમાં કરવો શકય બનશે. બે માઇલ (આશરે ૩.૧૨ કિલોમીટર)નો આ બ્રિજ ખીણ પર બાંધવામાં આવ્‍યો છે જેની પાછળ આશરે ૨૨૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. આ બ્રિજ દુનિયાના સૌથી ઊંચા એફીલ ટાવર કરતાં ૨૦૦ મીટર ઊંચો છે. એનું વજન આઇફલ ટાવર કરતાં ત્રણગણું વધારે છે. ચીનના ઉત્‍કળષ્ટ એન્‍જિનિયરિંગનો એ નમૂનો છે અને આ વિસ્‍તારમાં ટૂરિઝમને વેગ આપશે.

આ બ્રિજ બાંધવામાં ૨૨,૦૦૦ ટન સ્‍ટીલનો વપરાશ થયો છે અને આ માળખું બે મહિનામાં ફિટ કરી દેવામાં આવ્‍યું છે. ચીનના ગ્રામીણ વિસ્‍તારમાં આ મહત્ત્વપૂર્ણ લિન્‍ક પૂરી પાડશે અને પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્‍દ્ર બનશે. આ બ્રિજ પર ચાલવા માટે કાચનો રસ્‍તો અને દુનિયાનું સૌથી ઊંચું બંજી જમ્‍પિંગ ઊભું કરવાની પણ યોજના છે.

જ્‍યાં આ બ્રિજ બાંધવામાં આવ્‍યો છે એ વિસ્‍તારમાં ચીનના સૌથી ઊંચા ૧૦૦માંથી આશરે ૫૦ બ્રિજ બાંધવામાં આવ્‍યા છે. ૨૦૧૬માં ચીનમાં સૌથી ઊંચો બ્રિજ બેઇપંજિયાંગમાં બાંધવામાં આવ્‍યો હતો જેની ઊંચાઈ ૧૮૫૪ ફુટ હતી. (૩પ.૪)

(3:58 PM IST)