News of Tuesday, 15th April 2025
ટ્રેડવોરના ચક્રવ્યુહમાં ફસાયુ યુરોપ
ટેરીફવોર પછી યુરોપમાં સસ્તા ચીની માલની ભરમારઃ સ્થાનીક ઉદ્યોગો નબળા પડવાનો યુરોપને ડર

લંડનઃ ચીન ઘણાં વર્ષોથી યુરોપ માટે આર્થિક પડકાર બનેલું છે. પણ હવે તે આર્થિક આપતી બની શકે છે. ચીન મોટા પાયે સસ્તા સામાનનું ઉત્પાદન કરે છે. તેમાં ભારે સબસીડી વાળા ઇલેકટ્રીક વાહન, ઇલેકટ્રોનીકસ, રમકડા, કોમર્શીયલ સ્ટીલ જેવા ઉત્પાદનો સામેલ છે. પણ કારોબાર જગતમાં તેનો મોટા ભાગનો હીસ્સો અમેરીકન બજાર માટે હતો.
હવે રાષ્ટ્રપતિ ટ્રમ્પે આમાંથી ઘણી વસ્તુઓ પર ૧૪પ ટકા ટેરીફ લાદી છે. તેનાથી એ ડર વધી ગયો છે કે ચીનનો સસ્તો માલ યુરોપની બજારો તરફ વળશે, જેનાથી ફ્રાંસ, જર્મની, ઇટલી અને બાકીના યુરોપીયન યુનિયનમાં સ્થાનીક ઉદ્યોગો નબળા પડશે.
યુરોપીયન યુનિયનના આ દેશો હવે પોતાને ચીન સાથે ટ્રમ્પના વધી રહેલા ટ્રેડ વોર વચ્ચે ફસાયેલા માની રહયાં છે. કાઉન્સીલ ઓન ફોરેન રીલેશનની વોશિંગ્ટન સ્થિત ફેલો લિયાના ફિકસે કહયું કે પડકારને આવવામાં ઘણો સમય લાગ્યો પણ છેવટે તે યુરોપીયન રાજધાનીઓ સુધી પહોંચી જ ગયો છે. યુરોપમાં એક સામાન્ય વલણ અને ભાવના છે કે આ સમયે યુરોપે પોતાના માટે ઉભુ થવું પડશે અને પોતાનું રક્ષણ કરવું પડશે.
યુરોપીયન આયોગની અધ્યક્ષ ઉર્સુલા વાન ડેર લેયેને ચીન સાથે રચનાત્મક રીતે જોડાવવાનો વાયદો કર્યો છે. જો કે તેણીએ અમેરીકન ટેરીફની અપ્રત્યક્ષ અસરો બાબતે ચેતવણી આપી છે અને ચાઇનીઝ વસ્તુઓના પ્રવાહ પર ચાંપતી નજર રાખવાનો સંકલ્પ લીધો છે. એક નવી ટાસ્ક ફોર્સ ડંપીંગ પર નજર રાખવા માટે આયાત પર નિગરાણી રાખશે. (૩પ.૧ર)
(3:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
