તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 15th April 2025
યુરોપ અને યુએસના યુવાઓને લાગી આ લત

નવી દિલ્હી: અમેરિકા અને યુરોપમાં અનેક સરકારો અને પ્રશાસન લાફિંગ ગેસ એટલે કે નાઇટ્રસ ઓકસાઇડના વધતા જતા વ્યસનથી પરેશાન છે. અનેક યુવાઓ આ ગેસને પાર્ટીઓમાં નશીલી દવા તરીકે લે છે. કેટલાક યુવાઓ ૧૫ થી ૧૭ વર્ષની નાની ઉંમરે જ નાઇટ્રસ ઓકસાઇડનો ઉપયોગ કરવાનું શીખી લે છે. કેટલાક લોકો ગુબ્બારામાં તો કેટલાક કેનમાં ભરીને ગેસ ખરીદે છે. યુરોપમાં કેટલાક સુપર માર્કેટમાં લાફિંગ ગેસ કાયદેસર રીતે સરળતાથી મળી રહે છે. કેટલીક ગ્રોસરીની દુકાનવાળા પણ લાફિંગ ગેસ રાખે છે. કોઇ ડિલરનો સંપર્ક કરવાથી પણ નાઇટ્રસ ઓકસાઇડ આપી દે છે. ઘણી વાર યુવાઓ પાર્ટીનું આયોજન કરતા પહેલા હાસ્ય અને ખુશીનો માહોલ ઉભો થાય તે માટે નાઇટ્રસ ઓકસાઇડ લઇને આવવાનો નિયમ બનાવે છે. જો સરળતાથી મળી રહેતો હોયતો તે નુકસાન નહી કરતો હોય એવું માનવા યુવાનો પ્રેરાય છે. કેટલાક વર્ષો પહેલા બ્રિટિશના એક જર્નલ દ્વારા રિપોર્ટ પ્રકાશિત થયો હતો. બ્રિટનમાં જે કિશોરોએ આ લાફિંગ ગેસ વિશે સાંભળ્યું હતું તેમાંથી ૯૨ ટકાને ગેસથી થતા નુકસાન અંગે કોઇ જ જાણકારી ન હતી. હવે યુરોપના કેટલાક દેશોની સરકાર નાઇટ્રસ ઓકસાઇડના વેચાણ પર નિયંત્રણ મુકવાનો વિચાર કરી રહી છે. બ્રિટનમાં વર્ષ ૨૦૨૩માં નાઇટ્રસ ઓકસાઇડ પર પ્રતિબંધ મુકવાનો કાયદો પસાર થયો હતો. નેધરલેન્ડ દ્વારા નાઇટ્રસ ઓકસાઇડની ડ્રગ્સ સાથે સરખામણી કરી છે. મે ૨૦૨૪માં અમેરિકાના લુસિઆના રાજય દ્વારા ગ્રોસરી સ્ટોલ પર નાઇટ્રસ ઓકસાઇડ વેચવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. જર્મની પર હાસ્ય વાયુ પર પ્રતિબંધ મુકવાનું વિચારી રહયું છે. નાઇટ્રસ ઓકસાઇડ એક એવો વાયુ છે જેના સેવનથી થોડાક સમય પુરતું સારું મહેસુસ થાય છે જેને હેડ રશ કહેવામાં આવે છે. કયારેક આ વાયુની અસરથી માથું હળવુંફૂલ અને ચક્કર જવું લાગવા માંડે છે ભ્રમિત પણ થઇ જવાય છે.
(6:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
