<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th April 2025

નાસા અંતરિક્ષમાં રહેલા માણસના મળમૂત્ર સહીત ઉલ્ટી જેવો કચરો કરશે સાફ

નવી દિલ્હી: અંતરિક્ષમાં માણસના મળમૂત્ર અને ઉલટી જેવો જૈવિક કચરો ભ્રમણ કર્યા કરે છે. અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ અંતરિક્ષમાં વધતા જતા આ જૈવિક કચરાના નિકાલ માટે કમર કસી છે. નાસાના નવા મિશન લૂના રિસાઇકલ ચેલેન્જને લોંચ કર્યુ છે. અંતરિક્ષમાં ફેલાયેલો કચરો સાફ કરવા માટે વૈજ્ઞાાનિકો, ઇનોવેટર્સ અને સ્ટાર્ટઅપ્સ જેવી સિસ્ટમ તલાશવામાં આવી રહી છે.  આ પડકાર આ પડકાર હેઠળ ૨૫ કરોડ રુપિયાની ઇનામી રકમ પણ રાખવામાં આવી છે. આવનારા માનવ મિશનોમાં ચંદ્ર કે મંગળ ગ્રહ પર કોઇ નવો કચરો જમા ના થાય તેની નાસા કાળજી રાખી રહયું છે. ખાસ વાત તો એ છે કે આવનારા સમયમાં અંતરિક્ષનો આ પ્રયોગ પૃથ્વી પર સ્વચ્છતા પ્રબંધન મજબૂત બનાવવા માટે પણ ઉપયોગી થશે. પ્રાપ્ત માહિતી અનુસાર ચંદ્ર પર માનવમળની ૯૬ જેટલી બેગ છે. આ બેગ અમેરિકાના વિવિધ એપોલો મિશન દરમિયાન અવકાશયાત્રીઓ ચંદ્ર પર જ ફેંકી દીધી હતી. નાસાએ સ્પષ્ટતા કરી છે કે હવે પછી ભવિષ્યમાં અંતરિક્ષમાં આ પ્રકારનો કચરો એકઠો થવા દેવામાં આવશે નહી. ટકાઉપણું ધરાવતા અંતરિક્ષ રિસર્ચ માટે કટ્ટીબધ્ધ છીએ. જેમ જેમ ચંદ્ર અને અન્ય ગ્રહો પર માનવ મિશન મોકલવાની તૈયારી કરી રહયા છીએ તેમ તેમ અપશિષ્ટ કચરો ઓછો કરવો, સ્ટોર કરીને પ્રોસેસ કરવો કે રિસાઇકલ કરવા પર ભાર મુકવામાં આવી રહયો છે.લૂના રિસાઇકલની ચેલેન્જનો પ્રથમ ફેઝ ૩૧ માર્ચ ૨૦૨૫ના રોજ બંધ થઇ ચુકયો છે. હવે નાસા ઇનોવેટિવ વિચારોની સમિક્ષા કરી રહયું છે. જે સ્પર્ધકોના આઇડિયા સૌથી શ્રેષ્ઠ જોવા મળશે તેને ૨૫ કરોડ રુપિયાનો રોકડ પુરસ્કાર આપવામાં આવશે. નિષ્ણાતોનું માનવું છે કે નાસાની આ પહેલ માત્ર અંતરિક્ષ જ નહી પૃથ્વી પર પણ ઘન કચરાના નિકાલની દિશામાં ક્રાંતિ લાવી શકે છે.

 

(6:17 PM IST)