<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th April 2025

ઇરાનના આ સિક્રેટ ન્યુક્લિયર પ્રોગ્રામથી દુનિયા આખીમાં ખળભળાટ મચી જવા પામ્યો

નવી દિલ્હી: અમેરિકા હાલમાં ઈરાનના પરમાણુ પ્રોગ્રામને લઈને બોખલાઈ ગયું છે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સતત ઈરાનને ઘેરી રહ્યું છે. આ વચ્ચે આંતરરાષ્ટ્રીય અણુ ઊર્જા એજન્સી (IAEA)ના ડિરેક્ટર જનરલ રાફેલ ગ્રોસીએ ચેતવણી આપી છે કે ઈરાન પરમાણુ હથિયાર બનાવવાની ખૂબ જ નજીક છે.
ગ્રોસી હાલમાં ઈરાનના પ્રવાસ પર છે. તેમણે કહ્યું કે, ઈરાન કોઈ પણ સમયે પરમાણુ બોમ્બ બનાવી શકે છે. ઈરાન પાસે કોઈ Jigsaw Puzzleની જેમ તમામ ટૂકડા છે અને તે કોઈ પણ સમયે આ ટૂકડાઓને જોડીને પરમાણુ બોમ્બ બનાવી શકે છે.
તમને જણાવી દઈએ કે, જે રીતે Jigsaw Puzzleમાં ઘણા નાના-નાના ટુકડાઓ જોડીને એક સંપૂર્ણ ચિત્ર અથવા ડિઝાઈન બનાવવામાં આવે છે. એવી જ રીતે ઈરાન પાસે પરમાણુ બોમ્બ બનાવવા માટેના તમામ ઘટકો છે અને તે ગમે ત્યારે તે ઘટકોને જોડીને પરમાણુ બોમ્બ બનાવી શકે છે.

 

(5:01 PM IST)