<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th April 2025

હુથીઓ પર અમેરિકન સૈન્યએ વર્તાવ્યો કહેર :બોંબ હુમલામાં 102 ઈજાગ્રસ્ત:38ના મૃત્યુના સમાચાર

નવી દિલ્હી: અમેરિકાએ યમનના રાસ ઈસા ઓઈલ પોર્ટ પર એર સ્ટ્રાઈક કરતાં 38 લોકો માર્યા ગયા છે. હૂથી વિદ્રોહીઓએ આ અંગે દાવો કર્યો છે કે, ગુરૂવારે અમેરિકાના સૈન્ય દ્વારા એર સ્ટ્રાઈક કરવામાં આવતાં 102 લોકો ઘાયલ થયા છે. તેમજ ડઝનોના મોત નીપજ્યા છે. અમેરિકાની સેનાની સેન્ટ્રલ કમાન્ડે પણ આ હુમલાની ખાતરી કરી છે. અમેરિકાએ હુથીઓના કબજા હેઠળના રાસ ઈસા પોર્ટ પર ઘાતક હુમલો કર્યો હતો. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્દેશ મળ્યા બાદ અમેરિકાની સેનાએ અવારનવાર હૂથીના કબજા હેઠળના વિસ્તારોમાં હુમલા કરી રહી છે. જેમાં રાસ ઈસા પોર્ટ પર ગઈકાલે થયેલો હુમલો અત્યંત ઘાતક હતો. જેમાં સૌથી વધુ મોત નીપજ્યા છે. અમેરિકાએ આ એર સ્ટ્રાઈક હૂથીઓને મળતાં ફંડિંગ અને સંસાધનો પર કાપ મૂકવાના ઉદ્દેશ સાથે કરી હતી. યમનની લગભગ 70 ટકા આયાત અને 80 ટકા માનવતાવાદી સહાય રાસ ઈસા, હોદેદાહ અને અસ-સલિફ પોર્ટમાંથી પસાર થાય છે. આ હુમલાથી હૂથીઓને મળતાં સંસાધનોનો સ્રોત ખોરવાશે. રસા ઈસા ઓઈલ પોર્ટ પર હુમલાથી ત્યાં કામ કરતાં પોર્ટના કામદારો અને કર્મચારીઓના મોત થયા છે. ઘણા ઘવાયા છે. અગાઉ માર્ચમાં પણ સળંગ બે દિવસ સુધી અમેરિકાએ હુમલો કરતાં 50થી વધુ લોકોના મોત થયા હતાં.

 

(5:47 PM IST)