News of Friday, 18th April 2025
ઇઝરાયલ સાથે સમાધાન કરવા હમાસ તૈયાર થયું હોવાની માહિતી

નવી દિલ્હી: ઈઝરાયલ અને હમાસ વચ્ચે લાંબા સમયથી ચાલતું યુદ્ધ હવે ખતમ થવાની અણીએ હોય તેવું લાગે છે. હમાસે ઈઝરાયલને યુદ્ધ ખતમ કરવાનું આહ્વાન કરતાં કહ્યું કે અમે તમામ બંધકોને છોડવા તૈયાર છીએ પણ સામે તમારે યુદ્ધ ખતમ કરવું પડશે. હમાસના વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે અમે ઈઝરાયલની જેલમાં કેદ પેલેસ્ટિની નાગરિકોના બદલામાં તમામ બંધકોને છોડવા રાજી છીએ. અમે તમામ ઈઝરાયલી બંધકોને મુક્ત કરી દઈશું. હમાસના નેતા ખલીલ અલ હાયાએ ટેલિવિઝન પર કહ્યું કે હવે અમે કોઈ વચગાળાની સમજૂતિ કરવા માગતા નથી. કાયમી ઉકેલ લાવવો પડશે. તાત્કાલિક અસરથી યુદ્ધ ખતમ કરો. અમે ગાઝામાં યુદ્ધ નથી ઇચ્છતા. હાયાએ કહ્યું કે ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂ અને તેમની સરકાર પોતાના પોલિટિકલ એજન્ડા માટે આંશિક સમજૂતીઓ કરી લે છે. જેના કારણે ગાઝામાં ભૂખમરાંની સ્થિતિ ઘેરાતી જઇ રહી છે. અમે હવે તમામ બંધકોને મુક્ત કરવા તૈયાર છીએ.
(5:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
