News of Monday, 21st April 2025
ચીનની નવી ટ્રેન દર કલાકે ૧૦૦૦ કિલોમીટરની સ્પીડથી, પ્લેન કરતાં પણ વધારે ઝડપથી દોડશે
આ ટ્રેન દોડાવવા માટે સુપરકન્ડક્ટિંગ મેગ્નેટનો ઉપયોગ થશે

બીજીંગ તા.૨૧: ચીન હવે એવી આધુનિક મેગ્નેટિક લેવિએશન (મેગલેવ) ટ્રેન બનાવી રહ્યું છે જે ૬૨૧ માઇલ પ્રતિ કલાક (૧૦૦૦ કિલોમીટર)ની સ્પીડથી દોડશે. લાંબા અંતરનાં વિમાનોની સ્પીડ ૫૪૭થી ૫૭૫ માઇલ પ્રતિ કલાકની હોય છે. આમ આ ટ્રેન વિમાનો કરતાં વધારે ઝડપથી દોડશે અને લાંબા અંતરોની મુસાફરી ઓછા સમયમાં કરાવશે. આ ટ્રેન દોડાવવા માટે સુપરકન્ડક્ટિંગ મૅગ્નેટનો ઉપયોગ થશે. આ ટ્રેન ઘર્ષણરહિત મુસાફરીનો આનંદ આપશે. આ ટ્રેન પાટા પર નહીં પણ પાટા અને પૈડાં વચ્ચે હવામાં તરશે. ચીનના આ પ્રોજેક્ટનો ઉદ્દેશ સીમલેસ ઑનબોર્ડ કનેક્ટિવિટી સાથે સ્માર્ટ, હરિયાળાં અને ઝડપી પરિવહન માટે વૈશ્વિક ધોરણો સ્થાપિત કરીને હાઈ-સ્પીડ રેલવેમાં ક્રાન્તિ લાવવાનો છે.(૩૮.૬)
(9:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
