તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 22nd April 2025
લીવર ડેમેજ થતાની સાથે જ શરીરમાં જોવા મળે છે આ લક્ષણો

નવી દિલ્હી: લીવર અમારા શરીરનું સૌથી મહત્ત્વનું અંગ છે. આ શરીરમાં ખરાબ પદાર્થોને બહાર નીકાળે છે. લીવરનું કામ લોહીને સાફ કરવાનું છે અને આ સિવાય ડાઈજેશનમાં મદદ કરે છે. તમારા શરીરનો આ ભાગ જ્યારે બરોબર કામ નથી કરતો, ત્યારે તે તમને કેટલાક સંકેતો આપે છે, જેને તમારે ક્યારેય ઈગ્નોર કરવું જોઈએ નહીં. આમ તો ઘણી બીમારીઓમાં ઉલ્ટી થતી હોય છે, પરંતુ કોઈ પણ કારણ વગર જ્યારે વારં વાર ઉલ્ટી થાય તો આ લીવર ખરાબ થવાનો સંકેત હોઈ શકે છે. ભોજન સારી રીતે લેતા હોવા છતાં બરોબર ઊંઘ ન આવે અને હંમેશા શરીરમાં થાકનો અનુભવ થાય તો આ એ વાતનો સંકેત છે કે, તમારુ લીવર યોગ્ય રીતે કરી રહ્યું નથી. જો તમને પેટના ઉપર જમણી બાજુમાં સતત દુખાવો રહેતો હોય અથવા પેટ ભારે રહેતું હોય, તો આ લીવર ખરાબ હોવાનો સંકેત હોઈ શકે છે. કોઈપણ કારણ વગર તમારા પગમાં સોજો રહેતો હોય, તો આ પણ લીવર ખરાબ હોવાનું લક્ષણ હોઈ શકે છે, જેને ક્યારેય ઈગ્નોર ન કરવું જોઈએ. જો તમને કોઈ પણ જગ્યાએ ફોલ્લીઓ વગર વારંવાર ખંજવાળ આવતી હોય, તો આ લીવરને નુકસાનની નિશાની હોઈ શકે છે, કારણ કે આવી ખંજવાળ ત્વચામાં પિત્ત ક્ષારના સંચયને કારણે હોઈ શકે છે, જે લીવર રોગની નિશાની છે. જોકે, ખંજવાળ આવવાનો મતલબ હંમેશા લીવર રોગ હોય તેવો અર્થ નથી.
(5:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
