<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd April 2025

તુર્કીમાં 6.2ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી: તુર્કિયેના ઈસ્તંબુલમાં આજે 6.2 ની તીવ્રતાનો ભયાવહ ભૂકંપ આવ્યો છે. આ ભૂકંપનું કેન્દ્ર ઈસ્તંબુલના મરમરા દરિયામાં હતું. હાલ કોઈ જાનહાનિ કે નુકસાનના અહેવાલ મળ્યા નથી. તુર્કિયેના ડિઝાસ્ટર એન્ડ ઈમરજન્સી મેનેજમેન્ટ પ્રેસિડન્સીએ આ અંગે માહિતી આપી હતી. જર્મન રિસર્ચ સેન્ટરે ભૂકંપની તીવ્રતા અને કેન્દ્ર નોંધ્યું હતું. 6.2ની તીવ્રતાના આ ભૂકંપમાં ઈસ્તંબુલ શહેરની ઘણી ઈમારતો ધ્રુજવા લાગી હતી. તુર્કિયેમાં 6 ફેબ્રુઆરી, 2023ના રોજ પણ ભયાનક 7.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ ભૂકંપના કલાક બાદ જ તુર્કિયેના અન્ય 11 પ્રોવિન્સમાં પણ તારાજી સર્જાઈ હતી. જેમાં 53000થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા.

 

(5:44 PM IST)