News of Wednesday, 23rd April 2025
ઓએમજી......દરજીએ સમયસર કપડાં ન સીવી દેતા ગ્રાહકે કરી 1 લાખના વળતરની માંગણી

નવી દિલ્હી: રેડિમેડના જમાનામાં અવસર પ્રસંગ હોય ત્યારે દરજી પાસે કપડા સિલાવવાની પ્રથા હજુ પણ અકબંધ છે. કયારેક નિયત સમય મુજબ દરજી કપડા ના તૈયાર કરી શકે તો પ્રસંગ મોળો લાગે છે, ગ્રાહક દરજી સાથે રકઝક પણ કરતા હોય છે પરંતુ નવાઇની વાતતો એ છે કે એક શખ્સે સમયસર કપડા નહી સિવવા બદલ દરજી પર કેસ ઠોકીને ૧ લાખ રુપિયાના વળતરની માંગણી કરી છે. આવી અજબ ગજબ ઘટના પાકિસ્તાનના કરાંચીમાં બની છે. એક શખ્સે આરોપ લગાવ્યો હતો કે દરજીએ પરિવારના સમારોહ માટેનો ઓર્ડર આપેલા સમય પ્રમાણે પુરો કર્યો ન હતો. પ્રાપ્ત માહિતી અનુસાર ફરિયાદીના ભાઇની સગાઇ માટે કપડા સિવવા આપ્યા હતા. સમારોહ શરુ થવાની અંતિમ ઘડી આવી પહોંચતા ફરિયાદી દરજીની સોપ પર ધક્કા ખાવા શરુ કર્યા હતા. છેવટે માનસિક ત્રાસનો પણ ઉલ્લેખ કરીને એક લાખ રુપિયાના વળતરનો દાવો માંડયો હતો. જેમાં ૫૦ હજાર કપડા સિવવવાનું વચન નહી પાળવાના અને ૫૦ હજાર માનસિક પીડા પહોંચાડવાના માંગ્યા હતા.
(5:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
