<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th April 2025

ભારતે વાઘા-અટારી બોર્ડર બંધ કરતા પાકિસ્તાનને થશે મોટું નુકશાન

નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ કેન્દ્ર સરકાર કડક કાર્યવાહી કરી રહી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની અટારી-વાઘા સરહદ બંધ કરી દેવામાં આવી છે. ભારતે પાકિસ્તાન સાથેની સિંધુ જળસંધિ સ્થગિત કરી દીધી છે, તમામ પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ કરવા અને 48 કલાકની અંદર ભારત છોડી દેવાના આદેશ આપી દીધા છે. સૂત્રોના જણાવ્યાનુસાર, ભારત હવે પાકિસ્તાનમાં માલની નિકાસ બંધ કરવાની પણ તૈયારી કરી રહ્યું છે. વર્ષ 2024માં ભારતની પાકિસ્તાનમાં નિકાસ 1.21 બિલિયન ડોલરના પાંચ વર્ષના ઉચ્ચ સ્તરે પહોંચી ગયું હતું. ભારતથી પાકિસ્તાનમાં ઘણી પ્રકારની ખાદ્ય ચીજોની નિકાસ કરવામાં આવે છે, જે રોજિંદા જીવનમાં ઉપયોગી છે જેમ કે વિવિધ પ્રકારના ફળો અને શાકભાજી.જેમાં બટાકા, ડુંગળી, લસણ વગેરેનો સમાવેશ થાય છે. જ્યારે કઠોળ, ચણા, બાસમતી ચોખા પણ મોકલવામાં આવે છે. આ ઉપરાંત પાકિસ્તાન ભારતમાંથી કેરી, કેળા જેવા ઘણાં મોસમી ફળોની પણ આયાત કરે છે. ભારતીય ચા દુનિયાભરમાં પ્રખ્યાત છે. આસામ અને દાર્જિલિંગમાંથી સુગંધિત ચાના પાન પણ પાકિસ્તાન મોકલવામાં આવે છે. આ ઉપરાંત ભારત પાકિસ્તાનને મરચાં, હળદર, જીરું જેવા વિવિધ પ્રકારના મસાલા પણ મોકલે છે. આ સાથે ભારતથી પાકિસ્તાનમાં નિકાસ થતી અન્ય ચીજોમાં કાર્બનિક રસાયણો, દવાઓ, ખાંડ અને કન્ફેક્શનરીનો સમાવેશ થાય છે.

 

 

(4:36 PM IST)