<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th April 2025

ઇઝરાયલે શાળામાં આશ્રય લેતા લોકો પર બોંબ એટેક કરતા 23ના મૃત્યુ

નવી દિલ્હી: ઇઝરાયેલે ગાઝા સિટીમાં શેલ્ટર હોમ બનાવી દીધેલી સ્કૂલ પર હુમલો કરતાં 23ના મોત થયા છે. આ હુમલામાં કેટલાક ટેન્ટમાં આગ લાગતા કેટલાક લોકો જીવતા સળગી ગયા હતા. ઇઝરાયેલ તરફથી આ હુમલાને લઈને કોઈપણ પ્રકારની ટિપ્પણી આવી નથી. 

બીજી બાજુએ આરબ મધ્યસ્થીકારો ઇઝરાયેલ અને હમાસ વચ્ચે પાંચથી સાત વર્ષના લાંબા ગાળાની શાંતિના કરાર માટેના પ્રયાસ આદર્યા છે. ઇઝરાયેલનું લશ્કર સામાન્ય નાગરિકોના મોત માટે હમાસને જ જવાબદાર ઠેરવતું આવ્યું છે, કારણ કે હમાસના નાગરિકો ગીચ વસ્તીની અંદર છૂપાયેલા છે. 

ઇઝરાયેલે ગાઝા ફરતે લગભગ બે મહિનાથી નાખેલા ઘેરાના કારણે ત્યાંના લોકો સુધી માનવીય સહાય પહોંચવી લગભગ અશક્ય બની ગઈ છે. આ બદલ ફ્રાન્સ, જર્મની અને બ્રિટને ઇઝરાયેલની ટીકા કરી છે. ત્રણેય દેશ ઇઝરાયેલના ગાઢ સહયોગી માનવામાં આવે છે.

 

(4:37 PM IST)