તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Friday, 25th April 2025
થાઈલેન્ડમાં સમુદ્રમાં વિમાન ક્રેશ થતા 6 પોલીસકર્મીઓને કમકમાટીભર્યા મોત

નવી દિલ્હી: થાઈલેન્ડથી એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. થાઈલેન્ડનું એક વિમાન અચાનક સમુદ્ર ઉપર ક્રેશ થયું હતું. આ વિમાનમાં 6 પોલીસકર્મીઓ સવાર હતા. વિમાન દુર્ઘટનામાં તમામ પોલીસકર્મીઓના દુઃખદ મોત નીપજ્યા છે. આ અકસ્માતને કારણે સમગ્ર વિસ્તારમાં અફડાતફડીનો માહોલ સર્જાયો છે. આ ઘટના થાઈલેન્ડના પ્રખ્યાત બીચ ટાઉનની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. અહીં એક નાનું પોલીસ વિમાન સમુદ્ર ઉપર ઉડી રહ્યું હતું ત્યારે અચાનક વિમાન ક્રેશ થયું હતું. આ વિમાન દુર્ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. આ ઘટના થાઈલેન્ડના પ્રખ્યાત બીચ ટાઉનની છે. અહીં એક પોલીસનું એક નાનું વિમાન સમુદ્ર પર ઉડતું હતું. અને પછી અચાનક વિમાન ક્રેશ થયું હતું. આ વિમાન દુર્ઘટનામાંથી વિસ્ફોટનો અવાજ ખૂબ દૂર સુધી સંભળાયો હતો. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, આ અકસ્માત 25 એપ્રિલના રોજ સવારે 8:15 વાગ્યે થયો હતો. થાઈલેન્ડના ફેચબુરી પ્રાંતમાં ચા- અમ રિસોર્ટ પાસે સમુદ્રમાં એક વિમાન ક્રેશ થતુ જોવા મળ્યું છે. ઘટનાની માહિતી મળતાં જ ચા- અમ પોલીસ સ્ટેશન અને હુઆઈ સાઈ તાઈનું પેટ્રોલ યુનિટ ઘટનાસ્થળ પર પહોંચી ગયું હતું. પોલીસ બ્લેક બોક્સ દ્વારા અકસ્માતનું કારણ શોધવાનો પ્રયાસ હાથ ધરી વધુ તપાસ શરુ કરી છે.
(5:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
