<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th April 2025

૧.૮ કરોડ રૂપિયાની ડ્રીમ કાર ખરીદીને એની ટેક્‍સી બનાવી દીધી, હવે મહિને ચાર લાખ કમાય છે

બીજીંગ તા.૨૮: કાર ભાડે આપવા કે ટૅક્‍સી તરીકે ચલાવવા માટે લોકો સામાન્‍ય રીતે એવી ગાડી ખરીદે જે સસ્‍તી હોય. જોકે ચીનના ૩૦ વર્ષના એક યુવકે એવી કાર ખરીદીને એની ટેક્‍સી બનાવી છે કે લોકો કન્‍ફયુઝ થઈ ગયા છે કે આ યુવાનને અમીર માનવો કે ગરીબ? ચીનના હેનાન પ્રાંતમાં રહેતા ૩૦ વર્ષના આ યુવાને અનેક લોકોનું ડ્રીમ કહેવાય એવી ૧.૮ કરોડ રૂપિયાની મર્સિડીઝ મૅબેક લ્‍૪૮૦ મૉડલની કાર ખરીદી છે. એને જાતે યુઝ કરવાને બદલે એને ટૅક્‍સી બનાવી દીધી છે. તે ૫૯,૭૨૫ રૂપિયા -તિ ટ્રિપના હિસાબે પોતે જ ટૅક્‍સી ચલાવે છે. આ કાર લેવા માટે તેણે ૮૦ લાખ રૂપિયાનું ડાઉન પેમેન્‍ટ કરવાનું હતું એ તેણે પોતાની બચતમાંથી કરી નાખ્‍યું અને બાકીની રકમની લોન લીધી. હવે તે યુવાનને પોતાની લાઇફ સેટ થઈ ગયેલી લાગે છે. દર મહિને એક લાખ ૭૦ હજાર રૂપિયા કારની લોન ચૂકતે કરવામાં જાય છે. ૮૫,૦૦૦ રૂપિયાનું ફયુઅલ વપરાય છે અને તેનો ખાવા-પીવાનો ખર્ચો થાય છે. એ પછી પણ તેની પાસે દોઢથી બે લાખ રૂપિયા બચે છે. તેનું કહેવું છે કે તે માત્ર પ્રી-બુકિંગ પર હાઈ-એન્‍ડ ક્‍લાયન્‍ટ્‍સ માટે જ કામ કરે છે અને મહિનામાં બહુ ગણીગાંઠી ટ્રિપ જ કરે છે એટલે તેની પાસે બાકીનો સમય રિલૅક્‍સ થવાનો અને મનમરજી મુજબ જીવવાનો બચે છે. હવે ટેક્‍સી ચલાવતા આ ભાઈને અમીર ગણવો કે ગરીબ?

(10:01 AM IST)