News of Monday, 28th April 2025
એક જ પ્રેમિકાથી મન ભરાતું નહોતું એટલે ભાઈસાહેબે પાંચ કન્યા સાથે લગ્ન કરીને ૧૧ બાળકો પેદા કર્યા

લોસ એન્જલસ તા.૨૮: લોસ એન્જલસનો જેમ્સ બેરેટ નામનો યુવાન તેની જુવાની દરમ્યાન સિરિયલ ચીટર હતો. કોલેજકાળ પહેલાંના સમયથી તેને ગર્લફ્રેન્ડ હતી, પરંતુ એ પછી પણ તે બીજીસ્ત્રીઓ સાથે અફેર ચલાવ્યા કરતો હતો. વારંવાર તેની ગર્લફ્રેન્ડ તેનાં અફેર ખુલ્લાં પાડતી અને તેમની વચ્ચે ઝઘડા થતા. આ બધાથી કંટાળીને તેણે નક્કી કરી લીધું કે તે એકપત્નીવ્રતા કદી બની શકે એમ નથી એટલે એવી જ છોકરીને પરણશે જેને પોલિગામી એટલે બહુપત્નીત્વમાં માનતી હોય. આવી સ્પષ્ટતાને કારણે તેની પત્નીને બીજી યુવતી સાથેના તેના સંબંધોથી વાંધો ન હોય એ સ્વાભાવિક છે. આ નવી સ્પષ્ટતા સાથે તેણે બે કે ત્રણ નહીં, પાંચસ્ત્રીઓ સાથે લગ્ન કરી લીધાં છે. પાંચસ્ત્રીઓ સાથેના સંબંધને કારણે હવે તેને બહાર બીજી કોઈસ્ત્રીમાં રસ નથી પડી રહ્યો. જેમ્સ હવે ૩૦ વર્ષનો છે અને તેને પાંચ પત્ની છે. ૨૯ વર્ષની કેમરૂન, ૩૧ વર્ષની જેસિકા, ૨૮ વર્ષની રીટા, ૩૦ વર્ષની ગેબી અને ૩૦ વર્ષની ડાયન. તે કેમરૂન અને જેસિકા સાથે છેલ્લાં ૧૩ વર્ષથી છે, જ્યારે તેની લેટેસ્ટ પાર્ટનર ડાયના છેલ્લાં ચાર વર્ષથી તેની સાથે છે. પાંચ પત્નીઓથી જેમ્સને ૧૧ બાળકો છે. આ બાળકો ૧૨ વર્ષથી લઈને ૧૧ મહિનાની ઉંમરનાં છે. જેમ્સનું કહેવું છે કે જ્યારે તેણે એક જ યુવતી સાથે લગ્ન કરેલાં અને છતાં બીજી યુવતીઓ સાથે ખેંચાણ અનુભવતો હતો ત્યારે આંતરિક દ્વંદ્વ બહુ રહેતું હતું, પણ હવે માનસિક શાંતિ છે. પાંચ પત્નીઓ કર્યા પછી હવે તેની જવાબદારીઓ એટલી વધી ગઈ છે કે તે ઠરેલ અને પરિપક્વ થઈ ગયો છે. આટલા મોટા પરિવારને આર્થિક રીતે સપોર્ટ કરવાનું મુશ્કેલ છે, પરંતુ પાંચેય પત્નીઓ એક પરિવારની જેમ રહેતી હોવાથી જેમ્સને વાંધો નથી આવતો.
(4:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
