<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th April 2025

યુરોપમાં એકાએક વીજળી ગૂલ થતા અંધારપટ છવાય ગયો

નવી દિલ્હી: યુરોપમાં એક સાથે અનેક દેશોમાં વીજળી બંધ થઈ જતા હાહાકાર મચી ગયો છે. ફ્રાન્સ, સ્પેન, બેલ્જિયમઅને પોર્ટુગલમાં બ્લેકઆઉટના કારણે વિમાની સેવાથી લઈને મેટ્રો સુધીનું સંચાલન ઠપ થઈ ગયું છે. મેડ્રિડમાં ચાલતી ક્લે કોર્ટ ટેનિસ ટુર્નામેન્ટ મેડ્રિડ ઓપન પર પણ તેની અસર પડી છે. આ વીજળી અચાનક કેવી રીતે બંધ થઈ તેનું કોઈ કારણ તાત્કાલિક સામે આવ્યું નથી, તપાસ ચાલી રહી છે. આ રીતે વીજળી બંધ થવાના લીધે લગભગ દસ કરોડ લોકો અંધારામાં ડૂબી ગયા હોવાનું માનવામાં આવે છે. આ વીજળી કાપવાને લઈને સાઇબર હુમલાની સંભાવના પણ નકારી શકાતી નથી. સ્પેનના નેશનલ ગ્રિડ ઓપરેટર રેડ ઇલેક્ટ્રિકાએ નિવેદન જારી કરીને જણાવ્યું છે કે દેશમાં વીજ પુરવઠો પૂર્વવત્ કરવા તે સેક્ટરની કંપનીઓ સાથે મળીને મજબૂત પગલાં ઉઠાવી રહ્યા છે. આ ઉપરાંત પોર્ટુગલના ગ્રીડ ઓપરેટર ઇ-રેડેસે જણાવ્યું હતું કે વીજ તકલીફ યુરોપીયન પાવર ગ્રિડમાં આવેલી સમસ્યાના લીધે ઊભી થઈ છે. પ્રારંભિક તપાસમાં વોલ્ટેજનું અસંતુલન મુખ્ય કારણ માનવામાં આવે છે, જેના કારણે વીજ વિતરણ વ્યવસ્થાને ફટકો પડયો છે.

 

(6:08 PM IST)