<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th April 2025

પાકિસ્તાન સાથે તંગદિલી વચ્ચે ભારત-ફ્રાંસ વચ્ચે થઇ વધુ 26 રફાલ વિમાનની ડીલ

નવી દિલ્હી: જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદીલી વધી ગઇ છે. એવામાં ભારતે દેશની સુરક્ષા મુદ્દે ફ્રાંસ સાથે મહત્વપૂર્ણ સમજૂતી કરી છે. બન્ને દેશો વચ્ચે ૨૬ રફાલ મરીન વિમાનોં માટે આશરે ૬૩,૦૦૦ કરોડ રૂપિયાની ડીલ થઇ ગઇ છે. આ ડીલ બાદ હવે ફ્રાંસ ભારતને ૨૬ રફાલ મરીન એરક્રાફ્ટ પુરા પાડશે. જેમાં ૨૨ સિંગલ સીટ અને ૪ ડબલ સીટ એરક્રાફ્ટનો સમાવેશ થાય છે. 
આ રફાલ મરીન એરક્રાફ્ટ આઇએનએસ વિક્રાંત પર તૈનાત કરવામાં આવશે, જેને પગલે હવા, જમીન અને હવે જળ માર્ગે પણ ભારત પાકિસ્તાન પર હુમલા કરી શકશે. ૧૯૭૧ના પાકિસ્તાન સાથેના યુદ્ધ સમયે ભારતીય નેવીએ પાકિસ્તાનને ભારે પછડાટ આપી હતી, હવે આ રફાલ મરીન એરક્રાફ્ટ સામેલ થવાથી ભારતની સ્થિતિ વધુ મજબૂત બનશે. ભારત અને ફ્રાંસ વચ્ચે આ પહેલા વર્ષ ૨૦૧૬માં સમજૂતી થઇ હતી. જે અંતર્ગત ભારતીય એરફોર્સને ૩૬ એરક્રાફ્ટ મળવાના હતા. જેને અંબાલા અને હાશિનાર બેઝ પર તૈનાત કરાશે. હવે વધુ ૨૬ રફાલ એરક્રાફ્ટ માટે ડીલ થઇ છે જેથી ભારતમાં રફાલ એરક્રાફ્ટની સંખ્યા ૬૨ થઇ જશે.

 

(6:08 PM IST)