<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd May 2025

દુનિયાની સૌથી વૃદ્ધ મહિલાનું નિધન, બ્રાઝીલી નને ૧૧૬ વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ

લંડન તા.૨: દુનિયાના સૌથી વૃદ્ધ  વ્‍યક્‍તિ સિસ્‍ટર ઇનાહ કૈનાબારોનું ૧૧૬ વર્ષની ઉંમરે નિધન થઈ ગયું છે. તેઓ કેટલાક અઠવાડિયામાં ૧૧૭ વર્ષના થવાના હતા. તેમનું મોત ૩૦ એ-લિે થયું હતું. તેમના ધાર્મિક સંગઠને ગુરૂવારે મોતની પુષ્ટિ કરી હતી. ટેરેસિયન નન સમુદાય ઁધ કંપની ઓફ સેન્‍ટ ટેરેસા ઓફ જીસસએ જણાવ્‍યું કે, સિસ્‍ટર કાનાબારોનું નિધન કુદરતી કારણોથી તેમના ઘરે થયું. તેમના અંતિમ દર્શન ગુરૂવારે પોર્ટો એલેગ્રેમાં કરાશે.

દુનિયાભરના સુપર સેન્‍ટીનેરિયનો (૧૦૦ વર્ષથી વધુની ઉંમરના લોકો) પર નજર રાખનારી સંસ્‍થા લોન્‍જેવીક્‍વેસ્‍ટે જાન્‍યુઆરીમાં તેમને દુનિયાના સૌથી વૃદ્ધ  જીવિત વ્‍યક્‍તિ જાહેર કર્યા હતા. તેમનો જન્‍મ ૧૯૦૮માં થયો હતો અને તેઓ ૨૭ મેના રોજ ૧૧૭ વર્ષના થવાના હતા.(૩૮.૩)

(10:39 AM IST)