News of Friday, 2nd May 2025
માત્ર એક જ બાજુનાં ખભાની કસરત કરો તો આવું થઈ જાય

લંડન તા.રઃ પુરુષોમાં બૉડીબિલ્ડિંગ કૉમ્પિટિશનોનો વિરોધ કરવા માટે આ ટીનેજરે માત્ર એક જ બાજુના શરીરના અવયવોની કસરત કરવાની શરૂ કરી હતી. પોતાને TheCrookedMon10 નામે ઓળખાવતા ૧૯ વર્ષના આ ટીનેજરે લગભગ ૧૬૦ દિવસ સુધી રોજ માત્ર ડાબા ખભાને જ એક્સરસાઇઝ કરાવી હતી. એક્સરસાઇઝ કરતી વખતે શરીરના બન્ને તરફના અવયવોને એકસરખી કસરત મળે એ જરૂરી છે. જો એવું ન થાય તો શરીરમાં અસંતુલન સર્જાઈ શકે છે. હંમેશાં એક્સરસાઇઝ કરીને શરીરને માંસલ અને સુડોળ દેખાડવાની હોડ લાગી છે ત્યારે ૧૯ વર્ષના ટીનેજરે અલગ ચીલો ચાતર્યો છે. પુરુષોમાં બૉડીબિલ્ડિંગ કૉમ્પિટિશનોનો વિરોધ કરવા માટે આ ટીનેજરે માત્ર એક જ બાજુના શરીરના અવયવોની કસરત કરવાની શરૂ કરી હતી. પોતાને TheCrookedMon10 નામે ઓળખાવતા ૧૯ વર્ષના આ ટીનેજરે લગભગ ૧૬૦ દિવસ સુધી રોજ માત્ર ડાબા ખભાને જ એક્સરસાઇઝ કરાવી હતી. એનાથી ગળા અને ખભા પાસેના ખાસ મસલ્સને વિશેષ કસરત મળતી હતી. જમણી બાજુના ખભાને જરાય કસરત નહોતી કરાવી અને એની સામે ડાબી બાજુના ખભાના મસલ્સ ખૂબ જ સ્ટ્રૉન્ગ અને કડક થઈ ગયા હતા. (૩પ.૭)
(2:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
