તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 2nd May 2025
યુદ્ધના ભણકારા વચ્ચે પાકિસ્તાનને નાણાંની જરૂર પડી હોવાના સમાચાર

નવી દિલ્હી: પહલગામ હુમલા બાદ આતંકીઓને છાવરનાર પાકિસ્તાન ચારેકોરથી ફાસઈ ગયું છે. એકતરફ તેને ભારત સામે યુદ્ધનો ડર સતાવી રહ્યો છે, તો બીજીતરફ તે આર્થિક તંગી સામે પણ જજુમી રહ્યો છે. યુદ્ધના ભણકારા વચ્ચે પાકિસ્તાનને નાણાંની જરૂર પડી છે, જેના કારણે તે લોન માટે તુરંત આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) પાસે પહોંચી ગયું છે. આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન પર અનેક કડક પ્રતિબંધો લાદી તેને મુશ્કેલીમાં તો મુકી જ દીધું છે. આ સાથે ભારતે તેને લોનનો ફટકો આપવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. વાસ્તવમાં 9 મેના રોજ આઈએમએફના કાર્યકારી બોર્ડની બેઠક યોજાવાની છે. આ દરમિયાન જળવાયુ પરિવર્તનને અટકાવવાના મુદ્દા પર ચર્ચા વિચારણા થવાની સાથે પાકિસ્તાનને 1.3 અબજ ડૉલરની લોન આપવાના કરાર અંગે સમીક્ષા થવાની છે. જો પાકિસ્તાન આઈએમએફને મનાવી લેશે તો 7 બિલિયન ડૉલરના બેલઆઉટ પેકેજ પર મહોર વાગી શકે છે, પરંતુ પાકિસ્તાન માટે વધુ એક મુશ્કેલી ભારતે ઉભી છે. ભારતે આઈએમએફને ખાસ અપીલ કરીને પાકિસ્તાન માટેની લોનની સમીક્ષા કરવા કહ્યું છે.
(6:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
