તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૦ રવિવાર
News of Friday, 2nd May 2025
યુક્રેનનો દુર્લભ ખજાનો મેળવવા માટે ટ્રમ્પએ જેલેન્સકી સાથે કરી ડીલ

નવી દિલ્હી: યુએસ અને યુક્રેન વચ્ચે ટ્રમ્પના આવ્યા પછી રાહ જોવાતી હતી તે ડીલ થઈ ગયું છે. આ ડીલ અન્વયે યુક્રેનના વ્યાપક સંસાધનોનું એક્સેસ અમેરિકાને મળશે. બીજી બાજુએ આ ડીલ કરવાના લીધે યુક્રેન રશિયા સામેના યુદ્ધમાં લશ્કરી સહાય જારી રાખવાનું સુનિશ્ચિત કરી લીધું છે. આ ડીલ દરમિયાન જ રશિયા-યુક્રેન વચ્ચે ચાલતા યુદ્ધમાં નવના મોત થયા હતા. તેમા સાત રશિયામાં અને બે યુક્રેનમાં થયા હતા.
કદાચ આ યુદ્ધમાં પહેલી વખત યુક્રેનના હુમલામાં રશિયાના આટલા નાગરિકો માર્યા ગયા છે. એકબાજુએ અમેરિકામાં ડીલ થતું હતું અને બીજી બાજુએ યુક્રેન પર બોમ્બાર્ડિંગ થતું હતું. યુક્રેન પર વળતો હુમલો કરતું હતું. યુક્રેને રશિયાના કબ્જા હેઠળના સાઉથર્ન યુક્રેનના ખેરસન પ્રાંત પર કરેલા હુમલામાં સાતના મોત થયા હતા. જ્યારે ઓડેસા પોર્ટ પર રશિયાના ડ્રોન હુમલામાં બેના મોત થયા હતા. આ ડીલના પગલે અમેરિકાએ રશિયાને સંદેશો આપી દીધો છે કે તે લાંબા ગાળા માટે મુક્ત, સ્વતંત્ર અને સાર્વભૌમ યુક્રેન માટે પ્રતિબદ્ધ છે. શાંતિ પ્રક્રિયા તેને જ કેન્દ્રસ્થાને રાખીને કરવામાં આવશે. આ ડીલના કારણે યુક્રેન માટે હવે અમેરિકન શસ્ત્રોનું સંપાદન પણ સરળ બનશે. આ જોતાં યુદ્ધ હજી પણ વધુ લંબાય તો આશ્ચર્ય નહીં થાય. બંને પક્ષો આ ડીલના ભાગરૂપે યુએસ-યુક્રેન રીઇન્વેસ્ટમેન્ટ ફંડની રચના કરશે. તેના હેઠળ યુએસને યુક્રેનના દુર્લભ ખનીજો મળશે. તેના બદલામાં અમેરિકા યુક્રેનને બેઠું કરવામાં મદદ કરશે. બંને પક્ષો આને વિન-વિન ડીલ ગણાવે છે. જો કે યુક્રેને આ ડીલમાં ખાસ લખ્યું છે કે અમેરિકાએ તેને ભૂતકાળમાં કરેલી નાણાકીય સહાય માટે તેણે કોઈ ચૂકવણી કરવાની નથી. આ ડીલ હવેથી શરૂ થનારી અમેરિકાની લશ્કરી મદદ માટે જ અમલી બનશે.
(6:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
