News of Monday, 5th May 2025
ઇઝરાયેલના તેલ અવીવ એરપોર્ટ પર હુથી બળવાખોરોનો જીવલેણ હુમલો

નવી દિલ્હી: ગાઝા પટ્ટી પર હમાસ વિરુદ્ધ યુદ્ધ અને પેલેસ્ટાઈનના નાગરિકોની નાકાબંધીના વિરોધમાં યમનમાં ઈરાન સમર્થિત હુથી બળવાખોરોએ રવિવારે ઈઝરાયેલની રાજધાની તેલ અવવીમાં સૌથી મોટા એરપોર્ટ પર બેલિસ્ટિક મિસાઈલથી હુમલો કર્યો હતો. ઈઝરાયેલની બહુવિખ્યાત એર ડિફેન્સ સિસ્ટમ આ હુમલો ખાળવામાં નિષ્ફળ ગઈ હતી. એરપોર્ટ પર ચાર સ્તરની સુરક્ષા વ્યવસ્થા તોડીને હુથી બળવાખોરોનું એક મિસાઈલ એરપોર્ટ પરીસરમાં ખાબક્યું હતું. વધુમાં ભારતની એર ઈન્ડિયા સહિત અનેક એરલાઈન્સે તેલ અવીવની ફ્લાઈટ્સ રદ કરી દીધી હતી. પીએમ નેતન્યાહુએ હુથી બળવાખોરોને જડબાતોડ જવાબ આપવાની હાકલ કરી હતી. યમનમાંથી સંચાલિત ઈરાન સમર્થીત હુથી બળવાખોરોએ રવિવારે ઈઝરાયેલના સૌથી મોટા એરપોર્ટ પર બેલિસ્ટિક મિસાઈલથી હુમલો કર્યો હતો. આ હુમલામાં ૮ લોકો ઘાયલ થયા હતા, જેમને હોસ્પિટલ લઈ જવાયા હતા. જોકે, આ સિવાય એરપોર્ટ પર કોઈ મોટું નુકસાન થયું નથી, પરંતુ ઈઝરાયેલ માટે ચિંતાની મોટી વાત એ છે કે હમાસ સામે લગભગ દોઢ વર્ષ કરતાં વધુ સમયથી લડી રહેલા ઈઝરાયેલની એર ડિફેન્સ સિસ્ટમ જબરજસ્ત માનવામાં આવે છે.
(6:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
