News of Tuesday, 6th May 2025
એક સાથે એક ફ્રીઃ આ બે જોડીયા બહેનોને જોઈએ છે એક બોયફ્રેન્ડઃ ત્રણેય એક સાથે રહેશે
અમારા વચ્ચેનો સંબંધ ખૂબ જ મજબૂત છે. અમે કપડાં પણ એક જેવા પહેરીએ છીએ. ત્યારે અમે ઈચ્છીએ છીએ કે, અમારો બોયફ્રેન્ડ પણ એક જ હોય

સીડની તા.૬: જોડિયા લોકો વચ્ચે હંમેશાથી એકબીજાનો ખાસ સંબંધ હોય છે. આઈડેન્ટિકલ ટ્વિન્સને છોડી દો તો મોટા ભાગે જોડિયા બાળકોના વિચાર, પસંદ અલગ અલગ હોય છે. પણ આજે અમે આપને એક એવી જોડિયા બે બહેનો સાથે રૂબરૂ કરાવવાના છીએ, જે એકબીજા સાથે બધું જ શેર કરે છે.
ઓસ્ટ્રેલિયાની રહેવાસી આ છોકરીઓ આઈડેન્ટિકલ ટ્વિન્સ છે અને સોશિયલ મીડિયા પર હંમેશા એકબીજા સાથે ફોટો અને વીડિયો શેર કરતી રહે છે. પણ હાલમાં જ કંઈક એવો ખુલાસો થયો, જેના વિશે જાણીને લોકો ચોંકી ગયા. આ જોડિયા બહેનોના નામ એ-લિ મેડિસન અને અમેલિયા મૈડિસન છે, જે ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં રહે છે. બંનેનું કહેવું છે કે, અમારા વચ્ચેનો સંબંધ ખૂબ જ મજબૂત છે. અમે કપડાં પણ એક જેવા પહેરીએ છીએ. ત્યારે અમે ઈચ્છીએ છીએ કે, અમારો બોયફ્રેન્ડ પણ એક જ હોય, તેમણે ભવિષ્યનો પ્લાન જણાવ્યો છે.
૨૦ વર્ષની જોડિયા બહેનોએ પોતાના અનોખા નિર્ણય વિશે વાત કરતા જણાવ્યું કે, તે એક જ બોયફ્રેન્ડ શેર કરીને થ્રપલ બનાવવા માગે છે. આપને જણાવી દઈએ કે, નાનપણથી જ આ બહેનો એકબીજા સાથે બાર્બી, સાયકલ, કપડાં અને મેકઅપ બધું જ શેર કરતી આવી છે અને હવે તે પોતાના સપનાના પુરુષને પણ સાથે મળીને પસંદ કરવા માગે છે.
આ બંનેએ જણાવ્યું કે, તેમને એવો ખાસ પુરુષ જોઈએ, જે તેમની ભાવનાને સમજે. જોડિયા બહેનોના આ ખુલાસાથી લોકોને ખૂબ જ નવાઈ લાગી. એપ્રિલે કહ્યું કે, લોકો તેને અજીબ માની શકે છે, પણ અમારો ટેસ્ટ દરેક વસ્તુમાં એક જેવો છે.ૅ બંને એક જ પ્રકારના પુરુષને પસંદ કરે છે, જે લાંબો, માંસલ, ટેટૂવાળો અને સુંદર દેખાતો હોય. પણ સૌથી જરૂરી છે દયાળુ, જમીન સાથે જોડાયેલો અને મજેદાર માણસ હોવો જોઈએ.
બંનેનું કહેવું છે કે, પહેલા જ્યારે અમે અલગ અલગ બોયફ્રેન્ડ બનાવ્યા તો તે અમારી બહેનો વચ્ચે શાનદાર બોન્ડીંગ જોઈ બળતરા થઈ.ૅ અમેલિયાએ જણાવ્યું કે, પહેલા અમારી બંને પાસે બોયફ્રેન્ડ હતા. અમારા બોયફ્રેન્ડને શરૂઆતમાં જોડિયા બહેનો સાથે ડેટિંગ મજેદાર લાગતું હતું પણ બાદમાં તે અમારા બંનેને સંબંધથી કંટાળી ગયો હતો. એટલા માટે અમે નિર્ણય લીધો કે એક જ બોયફ્રેન્ડ શેર કરવો વધારે સારુ રહેશે. જેથી બળતરા થવાનો કોઈ ચાન્સ જ ન રહે.
જો કે આ જોડિયા બહેનો એક વાત સ્પષ્ટ કરે છે કે, તેમની પ્રાઈવેટ ક્ષણ હંમેશા અલગ અલગ રહે. એપ્રિલે કહ્યું કે, અમારો બોયફ્રેન્ડ અમારી સાથે વ્યક્તિગત રીતે એક એક કરીને સમય વિતાવશે. અમે અલગ અલગ રૂમમાં રહીએ છીએ, તે અડધો અઠવાડિયું મારી સાથે અને અડધું અઠવાડિયું અમેલિયા સાથે રહેશે. બંને બહેનો એ વાતે સહમત છે કે તેમને કયારેય બળતરા થશે નહીં.
(10:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
