<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th May 2025

ભારતે પાણી રોકી દેતા પાકિસ્તાનમાં ખરીફ પાકને ભારે નુકશાન પહોંચ્યું હોવાનો દાવો

નવી દિલ્હી:  પહલગામ આતંકી હુમલા પછી પાકિસ્તાનને પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે. ભારતે સિંધુ જળસંધિને પહેલાથી જ સ્થગિત કરી દીધી છે અને હવે ચિનાબ નદી પરના બગલીહાર અને સલાલ બંધના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે. જોના કારણે પાકિસ્તાન તરફ વહેતું ચિનાબ નદીનું પાણી સંપૂર્ણપણે બંધ થઈ ગયું છે અને પડોશી દેશ ખરીફ પાકમાં ભારે નુકસાન થઈ શકે છે. અહેવાલો અનુસાર, છેલ્લા કેટલાક દિવસોમાં સતત વરસાદને કારણે પહાડોમાં ઘણું પાણી જમા થઈ ગયું છે. આ દરમિયાન સાલાર ડેમના ઘણા દરવાજા ખોલવામાં આવ્યા હતા, પરંતુ હવે સરકારે પાકિસ્તાન તરફ વહેતું પાણી સંપૂર્ણપણે બંધ કરી દીધું છે. આ ઉપરાંત રામબનમાં બગલીહાર ડેમના દરવાજા બંધ થયા પછી, ચિનાબ નદીનો પ્રવાહ ઘણો ઓછો થઈ ગયો છે.
ચિનાબ નદીના પાણીમાં ઘટાડો થવાથી પાકિસ્તાનની ખેતી અને પર્યાવરણ બંને પર પ્રતિકૂળ અસર પડી શકે છે. સ્થાનિકોના મતે નદીનું પાણીનું સ્તર જે પહેલા 25-30 ફૂટ સુધી પહોંચતું હતું, તે હવે માંડ 2 ફૂટ પાણી સાથે વહી રહ્યું છે. હવે પાણી ઓસરી ગયા છે.

 

 

(5:43 PM IST)