તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 6th May 2025
પાકિસ્તાની હેકરોએ ભારતીય સૈન્યની વિવિધ વેબસાઇટ્સ પર હુમલો કર્યો હોવાના સમાચાર

નવી દિલ્હી: પહલગામ આતંકવાદી હુમલા પછી ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ ટોચ પર છે ત્યારે પાકિસ્તાની હેકરોએ ભારતની લશ્કરની વેબસાઇટ્સને નિશાન બનાવવા માંડી છે. કદાચ હેકરોએ લશ્કરની અમુક સાઇટ્સ પર સંરક્ષણ કર્મચારીઓ અંગેની સંવેદનશીલ માહિતી મેળવી પણ છે, તેમા તેમની લોગ ઇન ક્રેડેન્સિયલ્સનો પણ સમાવેશ થાય છે, એમ ભારતીય લશ્કરે જણાવ્યું હતું.
લશ્કરે સોશિયલ મીડિયા સાઇટ્સ પર જણાવ્યું છે કે પાકિસ્તાન સાઇબર ફોર્સે મિલિટરી એન્જિનિયર સર્વિસિસ અને મનોહર પરિકર ઇન્સ્ટિટયુટ ઓફ ડિફેન્સ સ્ટડીઝ એન્ડ એનાલિસિસની સંવેદનશીલ માહિતી મેળવી છે. આ ઉપરાંત પાક. હેકરોના ગુ્રપે સંરક્ષણ મંત્રાલયના નેજા હેઠળના એકમ આર્મર્ડ વ્હીકલ નિગમ લિમિટેડની સત્તાવાર વેબસાઇટ સાથે ચેડા કરવાનો પ્રયાસ કર્યો હતો. વેબસાઇટ પર પાકિસ્તાની ધ્વજ ફરકાવ્યો હતો અને અલ ખાલિદ ટેન્ક દર્શાવી હતી. તકેદારીના પગલાં તરીકે વેબસાઇટ ઓફલાઇન કરવામાં આવી છે. તેને કેટલી હદ સુધી નુકસાન થયું છે તે ચકાસવા માટે ઓડિટ શરૂ કરાયું છે. અગાઉ આઇઓકે હેકર નામના પાકિસ્તાની ગુ્રપે ઇન્ડિયન આર્મીની વેબસાઇટ પર હુમલો કર્યો હતો, જેને નિષ્ફળ બનાવાયો હતો. ગુ્રપે આર્મી પબ્લિક સ્કૂલ શ્રીનગર અને રાણીખેત, આર્મી વેલફેર હાઉસિંગ કોર્પોરેશન અને ઇન્ડિયન એરફોર્સ પ્લેસમેન્ટ પોર્ટલ પર હુમલા કર્યા હતા.
(5:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
