<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th May 2025

મેક્‍સિકોથી અમેરિકામાં ઘૂસવાના પ્રયાસમાં ત્રણનાં મોત

બે ભારતીયો સહિત સાત ગુમ

ન્‍યુયોર્ક તા.૭: મેક્‍સિકોની સાઈડથી બોટમાં સવાર થઈ અમેરિકામાં પ્રવેશવાના પ્રયાસમાં ત્રણ લોકોના મોત ઉપરાંત ચાર લોકો ઘાયલ સાત લાપતા હોવાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ બોટમાં એક ઈન્‍ડિયન ફેમિલી પણ સવાર હતું, એવું કહેવાઈ રહ્યું છે કે જે સાત લોકો ગુમ છે તેમાંથી બે બાળકો ઈન્‍ડિયન્‍સ છે, જ્‍યારે તેમના મા-બાપની હાલ કેલિફોર્નિયાની સ્‍ક્રિપ્‍સ મેમોરિયલ હોસ્‍પિટલમાં સારવાર ચાલી રહી છે તેવું સાન ફ્રાંસિસ્‍કો સ્‍થિત ઈન્‍ડિયન કોન્‍સ્‍યુલેટે જણાવ્‍યું છે. જોકે, આ ચાર સિવાય બીજા કોઈ ઈન્‍ડિયન્‍સ બોટમાં હતા કે નહીં તેની કોઈ સ્‍પષ્ટતા નથી થઈ શકી તેમજ જે ત્રણ લોકોના આ દુર્ઘટનામાં મોત થયા છે તેમાંથી કોઈ ઈન્‍ડિયન હતા કે નહીં તેની કોઈ વિગતો કોન્‍સ્‍યુલેટ દ્વારા જાહેર નથી કરાઈ અને જે ઈન્‍ડિયન ફેમિલી બોટમાં સવાર હોવાની પુષ્ટિ કરાઈ છે તે કયાંની રહેવાસી છે તેના વિશે કોઈ માહિતી હાલ ઉપલબ્‍ધ નથી.

જોકે, આ ચાર સિવાય બીજા કોઈ ઈન્‍ડિયન્‍સ બોટમાં હતા કે નહીં તેની કોઈ સ્‍પષ્ટતા નથી થઈ શકી તેમજ જે ત્રણ લોકોના આ દુર્ઘટનામાં મોત થયા છે તેમાંથી કોઈ ઈન્‍ડિયન હતા કે નહીં તેની કોઈ વિગતો કોન્‍સ્‍યુલેટ દ્વારા જાહેર નથી કરાઈ અને જે ઈન્‍ડિયન ફેમિલી બોટમાં સવાર હોવાની પુષ્ટિ કરાઈ છે તે કયાંની રહેવાસી છે તેના વિશે કોઈ માહિતી હાલ ઉપલબ્‍ધ નથી.

યુએસ કોસ્‍ટ ગાર્ડ નોર્ધન કેલિફોર્નિયાએ આ ઘટનાની માહિતી આપતા જણાવ્‍યું હતું કે સોમવારે સવારે બનેલી આ ઘટનામાં શરૂઆતમાં નવ લોકો લાપતા હતા જેમાંથી બે લોકો મળી આવ્‍યા હતા જ્‍યારે કલાકો સુધી ચાલેલા સર્ચ ઓપરેશન બાદ પણ લાપતા લોકોની કોઈ ભાળ ના મળતાં સોમવારે રાતે તેમને શોધવાની કામગીરી અટકાવવામાં આવી હતી, આ ઘટના સાન ડિએગોના ડેલ માર બીચ નજીક બની હતી.

બોટમાં એક ઈન્‍ડિયન ફેમિલી સહિત કુલ ૧૪ લોકો મેક્‍સિકોથી અમેરિકા તરફ આવી રહ્યા હતા. યુએસ કોસ્‍ટ ગાર્ડના જણાવ્‍યા અનુસાર સોમવારે સાડા છ વાગ્‍યે એક નાની બોટ ડૂબી ગઈ હોવાની તેને માહિતી મળી હતી જેમાં ત્રણ લોકોના મોત થયા હતા જ્‍યારે ચાર લોકોને તાત્‍કાલિક હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતા.

આ દુર્ઘટનામાં બચી ગયેલા લોકોની પૂછપરછ દરમિયાન જાણવા મળ્‍યું હતું કે બોટમાં સવાર સાત લોકોનો કોઈ અતોપતો નથી, જેથી તેમને શોધવા માટે કાર્યવાહી હાથ ધરાઈ હતી, ગુમ થયેલા લોકોને શોધવા માટે હેલિકોપ્‍ટર્સ પણ કામે લગાડવામાં આવ્‍યા હતા અને કુલ ૫૨૦ સ્‍કવેર નોટિકલ માઈલ્‍સના એરિયામાં સર્ચ કરવામાં આવ્‍યું હતું પરંતુ કમનસીબે તેમને શોધી નહોતા શકાયા. દુર્ઘટનાના કલાકો બાદ પણ જેમનો હજુ સુધી કોઈ પત્તો નથી લાગ્‍યો તેમના બચવાની પણ હવે લગભગ કોઈ શકયતા નથી રહી જેથી આ દુર્ઘટનાનો મળત્‍યુઆંક વધી શકે છે. (૩પ.૭)

(9:52 AM IST)