News of Wednesday, 7th May 2025
ભારે કરીઃ બોયફ્રેન્ડ અઠવાડીયામાં ખાલી એક વાર ન્હાતોઃ ખૂબ જ ગંધાતો હતોઃ ગર્લફ્રેન્ડે બ્રેકઅપ કરી લીધું
તેની સાથે ઊભું રહેવું પણ અઘરું થઈ પડતું. તો પછી સંબંધ આગળ વધારવા વિશે તો વિચારી પણ ન શકાય

લંડન,તા.૦૭: જિંદગીને જીવવાની દરેકની આગવી રીત હોય છે. કોઈ તેને ખાઈ પીને અથવા પહેરીને જીવવા માગે છે તો કોઈ એવા પણ હોય છે જે ઓછામાં ઓછી વસ્તુમાં પોતાની જિંદગી જીવવા માગે છે. સારું દેખાવું અને સ્વચ્છ રહેવું આપણી વિચારસરણી હોય છે, એવી જ રીતે સાફ સફાઈ ન રાખવી એ પણ આપણી પસંદ હોય છે. જો કે આ ત્યાં સુધી ઠીક છે, જ્યાં સુધી કોઈને તકલીફ ન થાય.
ડેઈલી સ્ટારના રિપોર્ટ અનુસાર, ડેબોરા પોર્ટો નામની એક ઈન્ફ્લુએન્સરે દાવો કર્યો છે કે, તેણે પોતાના પ્રેમીને એટલા માટે છોડી દીધો કેમ કે તે નહાતો નહોતો. તેણે જણાવ્યું કે, તે પ્રકળતિ પર વિશ્વાસ કરતો હતો અને કોઈ પ્રોડક્ટનો ઉપયોગ કરતો નહોતો. ડેબોરાનું કહેવું છે કે, તેની સાથે ઊભું રહેવું પણ અઘરું થઈ પડતું. તો પછી સંબંધ આગળ વધારવા વિશે તો વિચારી પણ ન શકાય.
ડેબોરા પોર્ટો એક બોડી પોઝિટિવ કન્ટેન્ટ ક્રિએટર છે, જેને ૨૦ લાખ ફોલોઅર્સ છે. તેણે હાલમાં જ પોતાના બોયફ્રેન્ડ સાથે બ્રેકઅપ કર્યું અને જણાવ્યું કે તેના કારણે અઠવાડિયામાં એક વાર નહાવાનું અને ડિયોડ્રન્ટનો ઉપયોગ નહોતો કરતો. બ્રાઝિલિયન ઈન્ફ્લુએન્સરે જણાવ્યું કે, તેનો બોયફ્રેન્ડ -ાકળતિક રીતે રહેવાનું પસંદ કરતો હતો. તે કોઈ પણ કેમિકલનો ઉપયોગ કરતો નહોતો. સાબુ, શેમ્પુ, ડિયો, ટૂથપેસ્ટ, કંઈ પણ નહીં. આ વાત શરૂઆતમાં તો તેને આકર્ષિત કરતી રહી, પણ બાદમાં તેને તકલીફ થવા લાગી કારણ કે અઠવાડિયામાં ખાલી એક જ વાર તાાન કરવાના કારણે તે ખૂબ જ ગંધાતો હતો. કોઈ બંધ જગ્યામાં તેની સાથે બેસવાનું ભારે અઘરું થઈ પડતું.
તો બિસ્તરની જગ્યાએ નીચે સૂવાનું પસંદ કરતો હતો. ડેબોરાને પણ આવું કરવા માટે કહેતો. પણ તેને આ નહોતું ગમતું. એટલું જ નહીં તે ઝાડને ગળે લગાવતો હતો, કલાકો સુધી ઉઘાડા પગે ચાલતો હતો અને ઘણી વાર કાદવમાં સૂઈ રહેતો હતો. તે તેને પ્રકળતિ સાથે સંપર્ક કરવાનું માનતો હતો. પણ ડેબોરાને આ વસ્તુ અજીબ લાગી. આખરે તેમનો સંબંધ તૂટી ગયો. જો કે ડેબોરા તેના વિચારોનું સન્માન કરે છે.
(9:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
