<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th May 2025

એપ્રિલમાં ઘટ્યો યુરોઝોનનો આર્થિક વિકાસ દર

નવી દિલ્હી: યુરોઝોન ઇકોનોમી વિકસી તો રહી છે પરંતુ તેની વિકાસ ગતિ મંદ પડી રહી છે.કારણ કે માલની માગ ઘટી રહી છે. નવી સેવાઓ કે નોકરીઓ પણ ઠપ્પ થઇ ગયાં છે, હવે તે સ્થિતિમાંથી યુરોઝોન બહાર નીકળવાની શક્યતા નિર્બળ બની છે.
એસ એન્ડ પી ગ્લોબલ નિરીક્ષક યુરોઝોનની કોમ્પોઝિટ પી.એમ.આઈ. ઇન્ડેક્સનું તારણ મેળવવામાં આવે છે તે જણાવે છે કે યુરોઝોનની પર્ચેઝ મેનેજર્સ ઇન્ડેક્સ (પી. એમ. આઈ.) ૫૦.૯ પોઇન્ટથી નીચે ઉતરી ૫૦.૪ સુધી એટલે કે ૫૦ પોઇન્ટની નજીક પહોંચી ગઈ છે. તેનો સીધો અર્થ તે છે કે લોકોની ખરીદશક્તિ ઘટી છે.
મોટા ઉદ્યોગ સંકુલો કે નાના ઉદ્યોગ સંકુલોમાં થતાં ઉત્પાદનો છેવટે તો વપરાશકાર (કન્ઝ્યુમર્સ) સુધી પહોંચે છે. હવે વપરાશકારની જ ખરીદ શક્તિ, ૧૦૦ ટકાને બદલે ૫૦ ટકા (પોઇન્ટ) જેટલી થઇ જાય તો તેનો સીધો અર્થ મંદીનાં એંધાણનો જ કહી શકાય.
હેમ્બર્ગ કોમર્શિયલ બેન્કના ચીફ ઇકોનોમિસ્ટ, સાયરસ ડી લા રૂબિયાએ જણાવ્યું છે કે આ સ્થિતિ સેવાઓમાં પણ છે. તેની અસર નોકરીઓ ઉપર પણ થાય તે સહજ છે. તેથી કહી શકાય કે યુરોઝોનની આર્થિક ગતિ લગભગ સ્થિર થઇ ગઇ છે.
તેઓ જણાવે છે કે સર્વિસીઝ માર્ચમાં ૫૧.૦ હતી. તે ઘટીને ૫૦.૧ થઇ છે. જે છેલ્લા પાંચ મહિનામાં સૌથી નીચો આંક દર્શાવે છે. દરમિયાન સર્વિસીઝ ફર્મ્સનો આશાવાદ પણ તૂટી રહ્યો છે. તેઓ આ પરિસ્થિતિમાંથી બહાર કેમ નીકળી શકાય તેની ચિંતામાં છે. બીઝનેસ એક્સપેક્ટેશન ઇન્ડેક્સ ૫૭.૮ તે ગગડીને સીધો ૫૫.૧ થયો છે. આટલો નીચે ઇન્ડેક્સ ૨૦૨૨ના અંત ભાગ પહેલાં જોવા મળ્યો નથી.

 

(5:11 PM IST)