<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th May 2025

ઇઝરાયલે ગાઝા પર કરેલ હવાઈ હુમલામાં 65 પેલેસ્ટિનિયનના મૃત્યુના સમાચાર

નવી દિલ્હી: ઈઝરાયલે મંગળવારની રાત્રે અને બુધવારે વહેલી સવારે ગાઝામાં તાબડતોડ હવાઈ હુમલા કર્યા છે. જેમાં 65 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ હુમલામાં ઓછામાં ઓછા 22 બાળકો માર્યા ગયા છે. અમેરિકાની મધ્યસ્થીમાં હમાસ તરફથી એક ઈઝરાયલી-અમેરિકી બંધકને મુક્ત કરાવ્યાના એક દિવસ બાદ ઈઝરાયલે આ હુમલા કર્યા છે.

ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ જણાવ્યું હતું કે, એવી કોઈ રીત નથી, જેનાથી ઈઝરાયલ ગાઝામાં પોતાનું યુદ્ધ રોકી શકે. આ નિવેદન સાથે બંને દેશો વચ્ચે યુદ્ધ વિરામની આશાઓ પર પાણી ફરી વળ્યું છે. ઈઝરાયલની સેનાએ હુમલા અંગે ટીપ્પણી કરવાનો ઈનકાર કર્યો છે. ઈઝરાયલે ગઈકાલે મોડી રાત્રે જબલિયાના રહેવાસીઓને વિસ્તાર ખાલી કરવાની ચેતવણી આપી હતી. ત્યારબાદ હમાસના માળખાગત ઢાંચાને ટાર્ગેટ બનાવી હુમલાઓ શરૂ કર્યા હતાં. 

 

(5:07 PM IST)