તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Saturday, 17th May 2025
ટોયલેટના રસ્તે જેલમાંથી ૧૦ કેદી ભાગ્યા ગાર્ડ ખાવાનું લેવા જતાં ફરાર થઇ ગયા
લ્યો બોલો...

ન્યૂ ઓરલિયન્સ તા. ૧૭: અમેરિકામાં ન્યૂ ઓરલિયન્સની જેલમાંથી ગઇકાલે રાતના ૧૦ કેદીઓએ વિચીત્ર રીતે ભાગવામાં સફળતા મેળવી હતી. તેમણે એક સેલના ટોયલેટના પાછળ આવેલા કાણામાંથી બહાર નીકળી દીવાલ કુદીને ભાગ્યા, જ્યારે તે સમયે ત્યાં તૈનાત એક માત્ર ગાર્ડ ખાવાનું લેવા ગયા હતા.
સ્થાનિક શેરિફનું કહેવું છે, કે તેમાં જેલના અમુક કર્મચારીઓની મિલીભગત હોય શકે છે. કુલ મળીને ૮ કેદી, જેમાં હત્યાના આરોપી પણ સામેલ છે, જે હજુ પણ ફરાર છે. આ જેલમાં કુલ ૧૪૦૦ કેદીઓ બંધ છે. શેરિફ ઓફિસે એક પ્રેસ કોન્ફરન્સમાં મીડિયા સાથે સર્વેલન્સ ફૂટેજ શેર કર્યા જેમાં કેદીઓ જેલમાંથી ભાગી રહ્યા હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. કેટલાક કેદીઓએ નારંગી રંગનો જેલ ગણવેશ પહેર્યો હતો, જ્યારે કેટલાક સફેદ રંગના કપડાંમાં હતા. કાંટાળા તારથી બચવા માટે તેમણે ધાબળાની મદદથી વાડ ઉપર કૂદી પડ્યા.
તેમાંથી કેટલાક નજીકના રસ્તા પર દોડતા જોવા મળ્યા હતા. કેદીઓના ભાગી જવાની ૭ કલાક પછી, સવારે ૮-૩૦ વાગ્યે નિયમિત ગણતરી દરમિયાન તેમના ભાગી જવાની ખબર પડી. અધિકારીઓએ જણાવ્યું હતું કે કેદીઓ જે સેલ પોડમાં હતા ત્યાં કોઈ ડેપ્યુટી હાજર નહોતા.
(2:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
