તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Monday, 19th May 2025
લગ્ન પહેલા દુલ્હનની કાકી કરે છે વર્જિનિટી ટેસ્ટઃ વરરાજાની પણ થાય છે પરીક્ષા
યુગાન્ડાની બાન્યંકલે જનજાતિમાં એક એવી અનોખી અને ચોંકાવનારી પરંપરા

લંડન તા.૧૯: યુગાન્ડાની બાન્યંકલે જનજાતિમાં એક એવી અનોખી અને ચોંકાવનારી પરંપરા છે, જેને જાણીને સૌ કોઈ ચોંકી જાય. અહીં લગ્ન પહેલા દુલ્હનની કાકીને એક ખૂબ વિચિત્ર જવાબદારી નિભાવવી પડે છે. તે વરરાજાનો વર્જિનિટી ટેસ્ટ કરતી હતી. આ પરંપરા આધુનિક વિચાર અને માનવાધિકારની દ્રષ્ટિએ જેટલી અજીબ લાગે છે, તે સમયે આ સમાજમાં એટલી જ સામાન્ય માનવામાં આવતી હતી. બાન્યંકલે સમાજની આ રસમ આજે લગભગ ખતમ થઈ ચુકી છે, પણ ઇતિહાસમાં આ એક ખૂબ જ ચોંકાવનારો અધ્યાય જરૂર રહ્યો.
આ જનજાતિમાં દુલ્હનની કાકીની ભૂમિકા ખાલી પરંપરાગત રસમો સુધી જ મર્યાદિત નહોતી. લગ્નના દિવસે તેને બે ખાસ જવાબદારીઓ નિભાવવાની હોય છે. પહેલી દુલ્હનની વર્જિનિટી ટેસ્ટ કરવાની અને બીજું વરરાજાની વર્જિનિટી ટેસ્ટ કરવાનું.
આ પરંપરા અનુસાર, દુલ્હનની કાકી લગ્ન પહેલા વરરાજા સાથે શારીરિક સંબંધ બાંધીને એ ખાતરી કરતી હતી કે તે સંભોગ્ય યોગ્ય છે કે નહીં. આવી જ રીતે દુલ્હનના કૌમાર્યની પણ તપાસ કરી હતી. જો દુલ્હન વર્જિન નથી તો તેને સામાજિક બહિષ્કાર અથવા કઠોર સજાનો સામનો કરવો પડતો હતો.
બાન્યંકલે સમાજમાં છોકરીઓને આઠ-નવ વર્ષની ઉંમરમાં જ વિવાહની તૈયારી કરાવતા હતા. કાકી તેમને શીખવતી હતી કે, એક પત્ની અને વહુ તરીકે તેમને કેવું વર્તન કરવું જોઈએ. તેમને કડક ચેતવણી આપવામાં આવતી હતી કે લગ્ન પહેલા કોઈની સાથે શારીરિક સંબંધ બાંધવો નહીં. આ સમુદાયમાં મોટા શરીરને સુંદરતાનું પ્રતીક માનવામાં આવતું હતું.
એટલા માટે છોકરીઓ નાનપણથી જ માંસ, બાજરના ફાડા, દૂધ ખવડાવીને મોટા કરવાની પ્રક્રિયા શરૂ થઈ જતી હતી. જેથી તે વિવાહ યોગ્ય દેખાઈ શકે.
સમયની સાથે સાથે શિક્ષણ, માનવાધિકારોની જાગળતિ અને કાયદાના વધતા પ્રભાવથી આ પરંપરા હવે લગભગ ખતમ થઈ ચુકી છે. જો કે તે આજે પણ લોકો માટે એક ચોંકાવનારી અને ચર્ચાનો વિષય બની રહે છે.(૩૮.૮)
(9:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
