<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd May 2025

હાર્વડમાં તમામ વિદેશી વિદ્યાર્થીઓના પ્રવેશ પર લગાવવામાં આવ્યો પ્રતિબંધ

નવી દિલ્હી: અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવાની ઈચ્છા ધરાવતા હજારો વિદ્યાર્થીઓના સપનાઓ પર પાણી ફેરવાયું છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરૂવારે હાર્વર્ડ યુનિવર્સિટીમાં ચાલી રહેલા ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ પ્રોગ્રામ બંધ કરવાનો નિર્ણય લીધો છે. જેથી હવે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ હાર્વર્ડ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવી શકશે નહીં.
ટ્રમ્પ સરકારની શરતો પર ચાલવાનો ઈનકાર હાર્વર્ડ યુનિવર્સિટીને ભારે પડી રહ્યો છે. અગાઉ તેનું ફંડિંગ બંધ કર્યા બાદ હવે ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ પ્રોગ્રામ બંધ કરી દીધો છે. જો કે, ટ્રમ્પ સરકારે યુનિવર્સિટી સમક્ષ અમુક શરતો મૂકી છે. જો યુનિવર્સિટી આ શરતો 72 કલાકની અંદર સ્વીકારી લે, તો ત્યાં અભ્યાસ કરતાં લગભગ 6800 જેટલા વિદ્યાર્થીઓને રાહત મળી શકે છે.
ટ્રમ્પ સરકારનો આ શરતોનું પાલન કરવા આદેશ
1.    હાર્વર્ડ યુનિવર્સિટીના એવા વિદેશી વિદ્યાર્થીઓનો ઈલેક્ટ્રોનિક, ઓડિયો-વીડિયો રેકોર્ડ કે, જે છેલ્લા પાંચ વર્ષમાં કોઈ વિદેશી વિદ્યાર્થી-વિદ્યાર્થિની દ્વારા પરિસરમાં કે પરિસરની બહાર સત્તાવાર કે ઔપચારિક રૂપે ગેરકાયદે ગતિવિધિઓ સાથે સંકળાયેલા હોય.
2.    છેલ્લા પાંચ વર્ષમાં યુનિવર્સિટીની અંદર કે બહાર કોઈ વિદેશી વિદ્યાર્થી દ્વારા હાથ ધરવામાં આવેલી હિંસક કે જોખમી ગતિવિધિઓનો રેકોર્ડ રજૂ કરવો.
3.     છેલ્લા પાંચ વર્ષમાં વિદેશી વિદ્યાર્થીઓ દ્વારા યુનિવર્સિટીના પ્રાંગણમાં કે બહાર અન્ય વિદ્યાર્થીઓ કે યુનિવર્સિટીના કર્મચારીઓને આપવામાં આવેલી ધમકીના ઉપલબ્ધ તમામ રેકોર્ડ રજૂ કરો.
4.    હાર્વર્ડ યુનિવર્સિટીના વિદેશી વિદ્યાર્થીઓ દ્વારા પરિસરમાં કે બહાર અન્ય કોઈની પણ સાથે થયેલી મારામારી કે ઝઘડા સંબંધિત તમામ રેકોર્ડ.

 

(5:56 PM IST)