<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd May 2025

વોશિંગટનમાં જ્યુઈશ મ્યુઝિયમ નજીક દૂતાવાસના બે કર્મચારીઓની ગોળીમારી કરવામાં આવી હત્યા

નવી દિલ્હી: અહીં રહેલા ઇઝરાયલી દૂતાવાસ પાસેના જ્યુઈશ મ્યુઝિયમના બે કર્મચારીઓની ગોળી મારી હત્યા કરાઈ હતી. બુધવારે બનેલી આ ઘટના અંગે હોમલેન્ડ સિકયુરિટી સેક્રેટરી ક્રીસ્ટીએ આ માહિતી આપતા જણાવ્યું હતું કે, આ ઘટના કરનાર શંકાસ્પદ શખ્સની ધરપકડ કરવામાં આવી હતી.થર્ડ અને એફ સ્ટ્રીટના ક્રોસિંગ પાસે આવેલા ઇઝરાયલી દૂતાવાસ અને તેની પાસે જ રહેલા જ્યુઈશ મ્યુઝિયમ નજીક જ એક મહિલા અને એક પુરુષ કર્મચારીની ગોળી મારી હત્યા કરાઈ હતી.બુધવારે બનેલી આ ઘટનાના સમાચાર મળતાં જ પ્રમુખ ટ્રમ્પે દેશમાં રહેલા તમામ જ્યુઈશ સંસ્થાનોની સલામતી કડક બનાવાઈ હતી. સાથે પ્રમુખે હત્યા કરાયેલા એક મહિલા કર્મચારી અને એક પુરુષ કર્ચમારી બંનેના કુટુંબીજનોને ટ્રૂથ સોશ્યલ ઉપર આશ્વાસનો પાઠવ્યા હતાં. ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ આ ઘટના અંગે આઘાત વ્યક્ત કર્યો હતો અને યહુદી વિરોધી જેહાદને તે માટે જવાબદાર ગણી હતી.પ્રમુખ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ ઉપર કરેલા પોસ્ટમાં કહ્યું હતું કે, આવી ભયંકર હત્યાઓ યહુદીઓ વિરુદ્ધની ઝુંબેશનું પરિણામ છે અને ઇઝરાયલ વિરૂધ્ધના ઝનૂનને દર્શાવે છે. આવી લોહીયાળ પ્રવૃત્તિઓનો સામનો કરવો જ જોઈએ.

 

 

 

(5:57 PM IST)