News of Thursday, 29th May 2025
બાસમતી ચોખાની બેગમાંથી બનાવેલું જેકેટ ૧.૭૦ લાખ રૂપિયાનું

ન્યુયોર્ક,તા.૨૯: થોડા સમય પહેલાં પાનમસાલા અને કરિયાણું ભરીને ગામડાંઓમાં વેચાતા ઝોળા અમેરિકામાં સ્ટાઇલિશ બેગ તરીકે વેચાતા હોવાનું જાણવા મળ્યું હતું. જેને આપણે ગામડિયાનો ઝોળો કહીએ એ જ બેગો અમેરિકામાં સ્ટાઇલિસ્ટ બેગ તરીકે વેચાતી હતી. જોકે આ વાતમાંથી પ્રેરણા લઈને કલ્પી પણ ન હોય એવી ફેશનેબલ આઇટમ બહાર પડી છે. એક મોલની બહાર એક મોડલ બાસમસી રાઇસના થેલામાંથી સીવેલું જેકેટ પહેરીને વિડિયો ઉતારી રહી છે. આ વિડિયો જબરદસ્ત વાઇરલ થયો છે એટલું જ નહીં, આ જેકેટની કિંમત ૨૦૦૦ ડોલર એટલે કે લગભગ ૧.૭૦ લાખ રૂપિયા હોવાનું કહેવાય છે. બાસમતી રાઇસ જે જૂટની ગૂણીઓમાં ભરીને હોલસેલ માર્કેટમાં વેચાય છે એ જૂટમાંથી જૅકેટ બનાવવામાં આવ્યું છે. ઇન્સ્ટાગ્રામ પર @thanos_jatt નામના અકાઉન્ટ પરથી આ વિડિયો શેર થયો છે. એમાં બે છોકરીઓ વાત કરે છે. એક છોકરીએ રાઇસ બેગનું જેકેટ પહેર્યું છે અને બીજી અંદાજ લગાવે છે કે આ કોટ કદાચ ૩૦૦ ડોલરનો હશે. જોકે જેણે જેકેટ પહેર્યું છે તે છોકરી હસીને કહે છે કે આની કિંમત તો ૨૦૦૦ ડોલર છે. આ વિડિયો વાઇરલ થયા પછી એક જણે કમેન્ટ કરી હતી કે બાસમતી ડ્રેસ તો નથી પહેરવો, પણ આવી બેગો વેચીને કમાણી થતી હોય તો કંઈક વિચાર કરી શકાય.
(10:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
